Homeગુર્જર નગરીસુરત શહેરના જાણીતા મોલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

સુરત શહેરના જાણીતા મોલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાંથી હાઈપ્રોફાઈલ કૂટણખાનું ઝડપાયું છે. શહેરના જાણીતા મોલમાં સ્પાની આડમાં આ કૂટણખાનું ચાલી રહ્યું હતું. સુરત પોલીસે મિસિંગ સેલની રેડ પડતાં કૂટણખાનામાં હડકંપ મચી ગયો હતો. આ કૂટણખાનામાં વિદેશી યુવતીઓ સહિત સંચાલક અને શોપ માલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ કૂટણખાનામાં કામ કરતી થાઈલેન્ડથી આવેલી ચાર યુવતીઓ સામે ડિપોર્ટની કાર્યવાહી હાથ ધરશે.

મળેલી વિગતો પ્રમાણે, સુરત શહેરના પીપલોદમાં આવેલા એક જાણીતા મોલમાં સ્પાની આડમાં ચાલી રહેલા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કૂટણખાનામાંથી 4 થાઈલેન્ડની અને 1 ઈન્ડિયન લલનાને મુક્ત કરાવી છે. રેડ પાડીને પોલીસે સ્પા સંચાલક, મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ કરી છે અને 46 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને અહીં ટૂરિસ્ટ વિઝા પર સ્પામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી લલનાઓ ગ્રાહકોને મસાજની આડમાં મજા કરાવતી હતી. લલનાઓ સાથે રંગરેલિયા મનાવતા ગ્રાહકો રંગેહાથે પોલીસના હાથમાં ઝડપાયા હતા.

મળતી માહિતી પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પી.આઈ. જી.એ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં કરી રહી હતી ત્યારે જમાદાર ધનશ્યામસિંહ સિસોદિયાને બાતમી મળી હતી કે પીપલોદના એક મોલના બીજા માળે આવેલા સ્પર્શ સ્પામાં મસાજની આડમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

whatsapp group join link

પોલીસને સ્પામાંથી સેક્સ દરમિયાન વપરાતી ગર્ભ નિરોધક વસ્તુઓ પણ મળી આવી હતી. પોલીસે સ્પા સંચાલક પ્રજ્ઞેશ કંથારીયા, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી લીધી છે. સાથે જ લલનાઓ પુરી પાડી દલાલની ભૂમિકા ભજવનારા વિજય પાટીલ અને ઝૂન નામની વિદેશી યુવતીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ મળી 46 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments