Homeગામનાં ચોરેટ્વીટરનો નવો સીઈઓ પરાગ અગ્રવાલ કોણ છે?

ટ્વીટરનો નવો સીઈઓ પરાગ અગ્રવાલ કોણ છે?

Team Chabuk-National Desk: ટ્વીટરમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. ફરી એક વખત અમેરિકાની દિગ્ગજ કંપનીની બાગડોર એક ભારતીયના હાથમાં આવી છે. પરાગ અગ્રવાલને ટ્વીટરના સીઈઓનું નેતૃત્વ આપવામાં આવ્યું છે. આઈઆઈટીનો અભ્યાસ કરી ચૂક્લા અગ્રવાલનું નામ સામે આવતા વિશ્વભરમાં તેના નામ અને ભૂતકાળ વિશે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. સોમવારના રોજ ટ્વીટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીના રાજીનામાની ખબર આવી અને એ પછી તુરંત પરાગ અગ્રવાલનું નામ ટ્વીટરના સીઈઓ પદ માટે આવ્યું. સૌ કોઈ માટે આ અજાણ્યું નામ હતું.

પરાગ અત્યાર સુધી ચીફ ટેકનોલોજી ઓફિસરના પદ પર કામ કરી રહ્યા હતા. જે અંગેની માહિતી પણ જેકે આપી હતી. ટ્વીટરના થનારા સ્વતંત્ર બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરે કહ્યું કે, પરાગ ટ્વીટરને સમજે છે અને કંપનીની વિશિષ્ટ સંભાવનાઓનો આદર કરે છે. અમારી પ્રાથમિકતાઓને નિભાવવામાં તેમની ભૂમિકા પણ મહત્વની રહી છે. બોર્ડને પરાગ પર વિશ્વાસ છે.

માર્ચ 2018માં પરાગ કંપનીના સીટીઓ તરીકે જોડાયો હતો. તેની એન્જિનિયરિંગ એક્સપર્ટીઝ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એડ નેટવર્કમાં છે. શરૂઆતમાં તેણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં કામ કર્યું હતું. ટ્વીટરના રેવેન્યૂ અને કન્ઝ્યુમર પ્લેટફોર્મ પર તેના એન્જિનિયરિંગ વર્કના કારણે કંપનીને વર્ષ 2016-17માં પોતાના ઓડિયન્સ ગ્રોથને વધારવામાં મદદ મળી હતી. કંપનીની વર્તમાન સફળતાની પાછળ પરાગનો હાથ છે. તેના કામને જેક ડોર્સી પસંદ કરે છે.

2011માં પરાગે એક સોફ્ટવેર એન્જિનિયરના રૂપે ટ્વીટર જોઈન કર્યું હતું. બાદમાં તેને કંપનીનો ચીફ ટેક્નોલોજી ઓફિસર બનાવવામાં આવ્યો. આ સમયે તેણે ટ્વીટરમાં કન્ઝ્યુમર, રેવન્યૂ અને સાયન્સની ટીમમાં મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ એન્જિનિયરિંગની ટેકનિકલ રણનીતિ સંભાળી હતી. આઈઆઈટી બોમ્બેમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યાં બાદ ડોક્ટરેટ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કર્યું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments