Homeગામનાં ચોરેસીબીઆઈના નવા ડાયરેક્ટર સુબોધ કુમાર જાયસવાલ

સીબીઆઈના નવા ડાયરેક્ટર સુબોધ કુમાર જાયસવાલ

Team Chabuk-National Desk: કેન્દ્રિય તપાસ એજન્સી (સીબીઆઈ)ના નવા ડાયરેક્ટરની મંગળવારે મોડી રાતે જાહેરાત થઈ હતી. આઈપીએસ અધિકારી સુબોધ કુમાર જાયસવાલના નામ પર મહોર મારી તેમને ડાયરેક્ટર પદે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. જાયસવાલ 1985ની બેચના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી છે. આ પહેલા તેઓ મહારાષ્ટ્રમાં પોલીસ મહાનિર્દેશક તરીકેની ફરજ પણ બજાવી ચૂક્યા છે. સીબીઆઈમાં ડાયરેક્ટર બન્યા પહેલા તેઓ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળ (સીઆઈએસએફ)ના મહાનિર્દેશક પણ હતા.

કેબિનેટની નિયુક્ત સમિતિ એસીસી તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે જાયસવાલ હવેથી સીબીઆઈની બાગડોર સંભાળશે. આ પદ ફેબ્રુઆરી પહેલાથી ખાલી પડ્યું હતું. જ્યારે ઋષિ કુમાર શુક્લાએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. એ પછી નિર્દેશક પ્રવીણ સિંન્હા અંતરિમ પ્રમુખના રૂપે તપાસ એજન્સીની ઘટનાઓ પર નજર રાખી રહ્યાં હતાં.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારના રોજ સીબીઆઈના નવા ડાયરેક્ટરની પસંદગી માટે ગઠિત ઉચ્ચસ્તરિય સમિતિએ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળના મહાનિર્દેશક સુબોધ કુમાર જાયસવાલ, સશસ્ત્ર સીમા બળના મહાનિર્દેશક કુમાર રાજેશ ચંદ્રા અને કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ વી.એસ.કૌમુદીના નામની સૂચિ તૈયાર કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી સિવાય સમિતિના બે અન્ય સભ્યો, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના પ્રધાન ન્યાયાધીશ એન.વી.રમન્ના પણ ઉપસ્થિત હતાં. આ બેઠક પ્રધાનમંત્રી આવાસ પર થઈ હતી.

આશરે 90 મિનિટ સુધી ચાલેલી આ મિટિંગમાં અધિરંજન ચૌધરીએ અધિકારીઓની નિયુક્તિની પ્રક્રિયાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે રીતે પસંદગીની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે એ સમિતિના અધિદેશ સાથે મળતી નથી આવતી. સુબોધ કુમારના ડાયરેક્ટર બનતા પહેલા 1988ની બેન્ચના આઈપીએસ અધિકારી અને સીબીઆઈના અતિરિક્ત નિર્દેશક પ્રવીણ સિન્હા સીબીઆઈ નિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યાં હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments