Homeગુર્જર નગરીસુરતના રાંદેરમાં કોઝવેમાં ત્રણ બાળકો ડૂબ્યા, ત્રણેયનાં મોત

સુરતના રાંદેરમાં કોઝવેમાં ત્રણ બાળકો ડૂબ્યા, ત્રણેયનાં મોત

Team Chabuk-Gujarat Desk: સુરતના રાંદેરમાં કોઝવેમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. જેમાં ત્રણેય બાળકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, તાપી નદીના કાંઠે રમતા ત્રણ બાળકો ભરતીના પાણીમાં ખેંચાતા ડૂબી ગયા હતા. જેમાંથી મહમ્મદ કરમઅલી, શહાદત શાહ અને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યા છે. ત્રણ બાળકોના મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

સુરતમાં રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટમાં શુક્રવારે બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમાવમાં મશગુલ થઈ ગયા હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા બાળકો પાણીમાં ખેંચાઈ ગયા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જેહમત બાદ ત્રણેય બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

coop surat

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments