Team Chabuk-National Desk: જમ્મૂ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરના વારપોરામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી હથિયાર અને વિસ્ફોટક પણ મળી આવ્યા છે. રાતભર ચાલેલા ઓપરેશનમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા જ્યારે અન્ય આતંકીઓની શોધખોળ શરૂ છે. કાશ્મીરના IG વિજય કુમારે કહ્યું કે, લશ્કરના બે આતંકી મર્યા છે. જેમાં એક ફૈયાઝ વાર અનેક લોકોની હત્યા અને હુમલામાં સામેલ હતો.
Two terrorists of proscribed terror outfit LeT neutralized during the Sopore encounter. One of them Fayaz War was involved in several attacks & killings of civilians and security forces personnel. He was the last perpetrator of violence in north Kashmir: IGP Kashmir to ANI pic.twitter.com/4ZVLhbND0n
— ANI (@ANI) July 23, 2021
સુરક્ષાદળને સૂચના મળી હતી કે વારપોરા વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા છે. આ સૂચના બાદ 22 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારની ઘેરબંધી કરી લીધી હતી. ત્યાં અંદર જવા તેમજ બહાર આવવાના રસ્તાઓ સીલ કરી દીધા હતા. ત્યારબાદ સેનાએ દરેક ઘરની તપાસની કામગીરી શરૂ કરી હતી.
આ દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળ પર અચાનક હુમલો કરી દીધો હતો. આતંકીઓ અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા. જવાબમાં સેનાએ પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન આતંકીઓના સંબંધી ઘટનાસ્થળે પહોંચી ગયા. તેઓએ પણ આતંકીઓને સેના સમક્ષ આત્મસમર્પણ કરવા અપીલ કરી. જો કે, સફળતા ન મળી. સુરક્ષાદળે ફ્લડ લાઈટ્સ લગાવવીને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી હતી જેથી આતંકીઓ ફરાર ન થઈ શકે. મોડી રાત સુધી સેના અને આતંકી વચ્ચે ફાયરિંગ ચાલું રહું હતું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વધી છે. બુધવારે પણ સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. જુલાઈ મહિનામાં સૌથી વધુ આતંકીગતિવિધિ જોવા મળી. એક ખાનગી અખબારના અહેવાલ મુજબ જુલાઈમાં 20 દિવસમાં 10 વાર સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ જેમાં કુલ 20 આતંકીઓને ઠાર મરાયા છે. આ 20 આતંકીમાંથી 4 આતંકીનું પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું હતું. જ્યારે આ વર્ષ દરમિયાન સેનાએ કુલ 36 ઓપરેશન હાથ ધર્યા જેમાં કુલ 86 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. આ કાર્યવાહીમાં 15 જવાનો શહીદ થયા છે જ્યારે 19 જેટલા નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત