Team Chabuk-Gujarat Desk: સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતના વરાછાના મારુતિચોકમાં આવેલી ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કૂટણખાના પર પોલીસ ખાબકી હતી. જ્યાં ચાર ગ્રાહક સાથે ચાર રૂપ લલનાને મુક્ત કરાવી હતી. પોલીસ કૂટણખાનાઓ પર ઓચિંતી ખાબકી હતી ત્યારે ત્રણ કેબિનમાં ગ્રાહકો લલનાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. આ કૂટણખાનામાં એક અન્ય વિસ્ફોટ પણ થયો છે. સંચાલકો અહીં ગ્રાહકો પાસેથી 800 રૂપિયા લઈ તેમની માગ સંતોષતા હતા અને લલનાઓને 300 રૂપિયા આપતા હતા.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે સુરતના માનવ મહેરામણથી ધમધમતા વરાછાના મારુતિચોકમાં આવેલી ભરતનગર સોસાયટીમાં કૂટણખાનું ચાલી રહ્યાની બાતમી પોલીસને મળી હતી. પોલીસ કન્ટ્રોલ રૂમમાં મળેલા સંદેશના આધારે પોલીસે સાંજના મારુતિચોકના પ્લોટ નંબર 117ના પહેલા માળ પર અનમોલ સ્પામાં રેડ પાડી હતી. અહીં શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહકોને ચાર લલનાઓની સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાંથી ત્રણ ગ્રાહક તો લલનાઓની સાથે હમબિસ્તર થયેલા મળ્યા હતા.
પોલીસે ચારેય લલનાને મુક્ત કરાવી રતીકાંત હરીક્રિષ્ના જૈના સાથે સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી માથાભારે રામચંદ્ર સ્વાઇની પત્ની ભારતી અને રતીકાંતની પણ ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 17,450, રૂપિયા 52 હજારની કિંમતના 7 મોબાઈલ ફોન, 8 કોન્ડોમ મળી કુલ રૂપિયા 67,450નો મુદ્દામાલ કબજે કરી દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત