Homeગામનાં ચોરેઓસ્ટ્રેલિયાના PMએ ભારતની 29 સાંસ્કૃતિક ધરોહર પરત કરી, પીએમ મોદીએ માન્યો આભાર

ઓસ્ટ્રેલિયાના PMએ ભારતની 29 સાંસ્કૃતિક ધરોહર પરત કરી, પીએમ મોદીએ માન્યો આભાર

Team Chabuk-National Desk: ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહી ચૂકેલી અને ગેર કાયદેસર રીતે દેશની બહાર ગયેલી 29 પુરાતત્વિક વસ્તુઓ ઓસ્ટ્રેલિયાએ ભારતને પરત કરી દીધી છે. જેમાં નવમી સદીની દંડપાણી (શૈવ ભૈરવ), દસમી સદીની લક્ષ્મી-નારાયણ અને 12મી સદીની બાલ સંત સંબંદારની પ્રતિમાઓ સહિત કેટલીય કલાકૃતિઓ, ચિત્ર અને સજાવટી વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાઈ પીએમ સ્કોટ મોરિસનને સોમવારે થયેલી ઓનલાઈન બેઠકમાં ધરોહર વાપસી માટે વિશેષરૂપથી આભાર માન્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે આ કલાકૃતિઓ રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિતના કેટલાય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે બહાર મોકલવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના આ પગલાંને લઈ તમામ ભારતવાસીઓની તરફથી પીએમ નરેન્દ્ર મોદીએ મોરિસનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તમામ કલાકૃતિઓને ઉચિત જગ્યાએ પહોંચાડી પ્રદર્શિત કરવામાં આવી.

2014થી અત્યાર સુધીમાં કુલ 228 કલાકૃતિઓ પરત કરવામાં આવી છે. આ પહેલા 13 કલાકૃતિઓ પરત મળી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આ ઘટનાને સંસ્કૃતિનું પુન:નિર્માણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે 2014થી અત્યાર સુધીમાં 228 કલાકૃતિઓ ભારતને પરત આપવામાં આવી છે. આ પૂર્વે 1976થી 2013 સુધીમાં 13 કલાકૃતિઓ ભારતમાં પરત આવી હતી.

પરત કરવામાં આવેલા કલાકૃતિઓ છ વર્ગમાં છે. જેમાં શિવ અને ભક્તગણ, શક્તિ, ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર, જૈન પરંપરા, પોટ્રેટ અને સજાવટી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ કૃતિઓ બલુઆ પત્થર, સંગેમરમર, કાંસુ, પીતળ, કાગળથી નિર્માણ પામી છે. પીએમ દ્વારા ઉલ્લેખિત રાજ્યો સિવાય ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગણા અને મધ્ય પ્રદેશના વિસ્તારથી કલાકૃતિઓ સંબંધિત છે.

આ કલાકૃતિઓમાં શિવ ભૈરવનો સમાવેશ થાય છે. નવમી સદીની રાજસ્થાનની આ પ્રતિમામાં દંડપાણીના નામથી ઓળખાતા ભૈરવ પોતાના હાથમાં ત્રિશૂળ, ડમરુ, કપાલ અને સર્પ લઈ ઊભા છે. શૈવ પરંપરામાં આને શિવનું પ્રચંડ પ્રતિરુપ માનવામાં આવે છે. તમિલનાડુની 14મી સદીની નૃત્યરત સંબંદાર નામની પ્રતિમા પીતળની બનેલી છે. જેમાં સાતમી સદીના બાલ સંત સંબંદાર નૃત્યરત જોવા મળે છે. 16 વર્ષના આયુષ્યમાં શિવ સ્તુતિના 16,000 પદ્યની તેઓએ રચના કરી હતી, તેવું માનવામાં આવે છે. તેમની કુલ ત્રણ પ્રતિમાઓ ભારત પરત ફરી છે.

ગુજરાતની શક્તિ નામની પ્રતિમા 12મીથી 13મી સદીની વચ્ચેની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં દેવી શક્તિને મહિષાસુરમર્દિની દુર્ગાના રૂપમાં દર્શાવવામાં આવી છે. ચહેરા પર આક્રામકતા દર્શાવતા તેમની જીભ બહાર છે અને એક હાથમાં મહિષાસુરની જટા પકડેલી છે. લક્ષ્મી નારાયણ 10મી અને 11મી સદીની પ્રતિમા હોવાનું માનવામાં આવે છે. આ પ્રતિમા ઉત્તરપ્રદેશ કાં તો રાજસ્થાનની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં દેવી લક્ષ્મી અને નારાયણની બંને બાજુ ઊભા રહી બ્રહ્મા અને શિવ તેમને સન્માનિત કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments