Homeગુર્જર નગરીસુરત: તાપીમાં આત્મહત્યાની સતત ત્રીજી ઘટના, હવે નર્સે લગાવી મોતની છલાંગ

સુરત: તાપીમાં આત્મહત્યાની સતત ત્રીજી ઘટના, હવે નર્સે લગાવી મોતની છલાંગ

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રીજી આપઘાતની ઘટના બની છે. આપઘાતની ઘટનાઓ એક જ જગ્યાએ બનવા પામી છે અને જગ્યા છે સુરતની જીવાદોરી સમાન તાપી નદી. જે દુખિયારાઓનાં આપઘાતનું કેન્દ્રસ્થાન બની ચૂકી છે. હવે તાપીમાં મોતને મીઠું કરનારી યુવતી ખાનગી હોસ્પિટલની નર્સ છે. તેના આપઘાતના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી અને ઘટના સ્થળે પણ કરુણ દૃશ્યો સર્જાયા હતાં.

સુરતમાં ઘર પર રત્નકલાકારની આપઘાતની ઘટના અને બાદમાં ઉપરા છાપરી બે લોકોના તાપી નદીમાં ડૂબીને આપઘાત કરવાની ઘટનાનાં ડાઘ હજુ સુકાયા નથી ત્યાં તો સુરતની આશાસ્પદ યુવતીએ તાપી નદીમાં ભુસકો મારી જીવતર ટૂંકુ કરી દીધું છે. શહેરની મધ્યમાં આવેલી તાપી નદીમાં તમામ જગ્યાએ પુલ આવેલા છે. આ પુલ જ આપઘાતનું સરળ કારણ બની જાય છે. થોડા દિવસ પહેલા કેબલ બ્રિજ પરથી એક યુવાને મોતની છલાંગ લગાવી હતી. તો સરદાર બ્રિજ પરથી પણ યુવાને મોતને વ્હાલ કર્યું હતું. જે પછી ત્રીજી યુવતીએ તાપીમાં આપઘાત કર્યો છે.

આ યુવતીએ મકાઈના પુલ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી હતી. આ યુવતીનું નામ પુષ્પા છે. તેણી વિનસ હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવતી હતી. મળતી માહિતી પ્રમાણે પરિવાર સાથે નજીવી બાબતે બોલાચાલી થતાં તેમને માઠું લાગી ગયું હતું અને તેમણે મકાઈ પુલ પરથી પડતું મૂક્યું હતું.

યુવતીના આપઘાતની જાણ થતાં પોલીસ કાફલો અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. થોડીવારમાં જ યુવતીના પરિવારજનો પણ પહોંચી ગયા હતા અને કરુણ દૃશ્યો સર્જાયા હતા. ફાયર વિભાગના સ્ટાફે ખૂબ મહેનત કરી હોવા છતાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે યુવતીનો પતો લાગ્યો નહોતો. હાલ તો પરિવાર પણ પુષ્પાએ ભરેલા આ પગલાંના કારણે હેબતાઈ ગયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments