Homeગુર્જર નગરીસુરતઃ વિદ્યાર્થિનીની છેડતીના આરોપમાં શિક્ષકની ધરપકડ, ચાલુ ક્લાસે અડપલાં કરતો હોવાનો આરોપ

સુરતઃ વિદ્યાર્થિનીની છેડતીના આરોપમાં શિક્ષકની ધરપકડ, ચાલુ ક્લાસે અડપલાં કરતો હોવાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: સમગ્ર શિક્ષણ જગતના શર્મસાર કરવાના ગુનામાં વધુ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. સુરતના આ શિક્ષક પર આરોપ છે કે તે ચાલુ ક્લાસે એક વિદ્યાર્થિનીની છેડતી કરતો હતો. વિદ્યાર્થિના અંગો પર હાથ ફેરવી વિદ્યાર્થિનીની છેડતી કરવાના ગુનામાં સુરતના આ શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના સુરત શહેર કાપોદ્રા વિસ્તારમાં આવેલા અશ્વિનીકુમાર રોડની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કૂલની છે.

સુરતના કાપોદ્રાના અશ્વિનીકુમાર રોડ પર આવેલી જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય વિદ્યાર્થિનીની છેલ્લા એક મહિનાથી ચાલુ ક્લાસે છેડતી કરાતી હોવાનો વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષક પર આરોપ લાગ્યો છે. આ આરોપસર પોલીસે શિક્ષકની ધરપકડ કરી લીધી છે.

rps-baby-world-1

મળતી વિગતો પ્રમાણે મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના અશ્વિનીકુમાર રોડ ખાતે રહેતા એક પરિવારની 12 વર્ષીય દીકરી કાપોદ્રાના અશ્વિનીકુમાર રોડ પર આવેલી જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કૂલમાં ધોરણ 7મા અભ્યાસ કરે છે. એક મહિના પહેલા સ્કૂલેથી પરત ઘરે ભરેલી દીકરીએ તેના દાદીને કહ્યું હતું કે, તેની સ્કૂલમાં વિજ્ઞાન વિષય ભણાવતા નિરવ વૈષ્ણવ સર ચાલુ ક્લાસે તેની છાતીના ભાગે, સાથળ પર અને પાછળના ભાગે હાથ ફેરવે છે. દીકરીના વાત સાંભળીને દાદીને શરૂઆતમાં લાગ્યું કે તે સ્કૂલ ન જવા માટે બહાનું આપી રહી છે તેથી તમણે વાતને અવગણી હતી. પરંતુ ત્યારબાદ પણ દીકરી નિરવ વૈષ્ણવ સરની અવાર નવાર ફરિયાદ કરતી હોવાથી દાદીએ બીજા દિવસે સ્કૂલે આવીને મેડમને વાત કરવા કહ્યું હતું. પરંતુ દીકરીએ મેડમને વાત કરવાની ના પાડી હતી અને હવેથી સર આવું કરશે તે જણાવીશ તેમ કહ્યું હતું.

બે દિવસ બાદ દાદી તેમના દિયરના શ્રાદ્ધ નિમિત્તે તેમના વતન ગયા હતા. દરમિયાન, ગત રોજ દીકરીના પિતાએ તેમને ફોન કરી જાણ કરી હતી કે, નેહા સ્કૂલે જવાની ના પાડતી હતી. તેમણે આ વિશે કારણ પૂછ્યુ તો સર છેડતી કરે છે તેવી વાત કરે છે અને તેની જાણ દાદીને કરી છે તેમ પણ કહ્યુ હતું. આથી દાદીએ સુરત આવી નેહાને પૂછ્યું તો, નિરવ સરે ફરી ગંદી હરકત કરી હોવાનું તેમને જણાવ્યું હતું. 

rps-baby-world-1

આ વાતથી ગુસ્સે થયેલા દાદી અને પિતા સાથે વિદ્યાર્થિની સ્કૂલે પહોંચી હતી. તો બીજી તરફ નિરવ વૈષ્ણવ સર સ્કૂલે આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું. પ્રિન્સિપાલે પણ આ બાબતે સ્કૂલના સરનો બચાવ કરીને કહ્યું હતું કે, તેને અમે કાઢી મૂક્યો છે. આથી દાદીએ બનાવ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી શિક્ષક નિરવ વૈષ્ણવની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments