Team Chabuk-Political Desk: પૂર્વ વિદેશમંત્રી નટવરસિંહે ગુરૂવારે કોંગ્રેસની વર્તમાન સ્થિતિ લઈ હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું હતું. તેમણે પાર્ટીની હાલ સ્થિતિ યોગ્ય નથી કહી આ માટે રાહુલ, સોનિયા અને પ્રિયંકાને જવાબદાર ઠેરવ્યા હતા. નટવરસિંહે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાહુલની પાસે કોઈ પદ પણ નથી ને છતાં તે તમામ નિર્ણયો લે છે. કોંગ્રેસમાં ન તો હવે વર્કિંગ કમિટીની બેઠક થાય છે, અને ન તો કોઈ દિવસ રાષ્ટ્રીય કાર્યકારિણી બોલાવવામાં આવે છે.

નટવરસિંહે પંજાબના મુખ્યમંત્રી પદ પરથી કેપ્ટન અમરિન્દર સિંહને હટાવવા પર પણ સવાલો ઉભા કર્યા હતા. તેમણે રાહુલને જવાબદાર ઠેરવતા કહ્યું કે, રાહુલ ગાંધીએ કેપ્ટન અમરિન્દરને હટાવવાનો નિર્ણય લીધો છે. જેનો 52 વર્ષનો લાંબો અનુભવ છે. કોંગ્રેસે કેપ્ટનની જગ્યાએ નવજોતસિંહ સિદ્ધુને જવાબદારી આપી દીધી. જે ક્યારે પણ કોઈ પણ નિર્ણયો લઈ શકે છે. એક વખત સિદ્ધુએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું અને પછી ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીની સાથે મુલાકાત સમયે કહ્યું હતું કે, શું હું પરત લઈ શકું.

પૂર્વ વિદેશ મંત્રીએ સોનિયા, રાહુલ અને પ્રિયંકાની ત્રિપુટી પર હુમલો કરતા કહ્યું હતું કે, પાર્ટીમાં આ ત્રણ સિવાય કોઈ નેતા નજર નથી આવતો. શું કોઈ આમની વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે? કોઈએ અવાજ ઉઠાવ્યો હોય તો જણાવો. વર્કિંગ કમિટીની મીટિંગમાં પણ કંઈ નથી બોલતા. કપિલ સિબ્બલ અને ગુલાબ નબી બોલ્યા, જોકે તેની કોઈ અસર પહોંચી નહીં. દેશને પુખ્તવયના કોંગ્રેસની આવશ્યતા છે.

પંજાબ કોંગ્રેસમાં મચેલી ઉથલ પુથલને લઈને નટવરસિંહે કહ્યું કે, પાર્ટીમાં આટલું મોટું સંકટ આવ્યું છે અને નિર્ણયો લેનારા દૂર બેઠા છે. શાહબજાદા રાહુલ કેરળમાં છે જ્યારે શાહબજાદી પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં છે, તે બંનેને ચંદીગઢમાં હોવું જોઈએ. જૂના દિવસોનું સ્મરણ કરતાં તેમણે કહ્યું કે, જો ઈન્દિરા કે રાજીવ હોત તો એ આ સમયે પાર્ટીની સમસ્યાનું સમાધાન લાવતા હોત.

આ પહેલા બુધવારના રોજ પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા સંકટ પર કપિલ સિબ્બલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસનો કોઈ ચૂંટાયેલો નેતા નથી. પણ નિર્ણય કોઈને કોઈ તો લઈ જ રહ્યું છે ને, ખોટો હોય કે સાચો હોય… આ ચર્ચા વર્કિંગ કમિટીમાં થવી જોઈએ. લોકો પાર્ટી છોડીને શા માટે જઈ રહ્યા છે, એ વિચારવાની જરૂર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત