Team Chabuk-Gujarat Desk: દિવાળી અને નવા વર્ષની આગતા સ્વાગતામાં આપણે એ જ વિચારતા હોઈએ છીએ કે, આ તહેવારોની મોસમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આમ છતાં કેટલીક જગ્યાએ છમકલાંઓ થયા હતા. જેમાં સુરતના પાંડેસરામાં ગાયબ થયેલી અઢી વર્ષની બાળકી બાદમાં મૃત મળી આવતા, પરિવારજનો માથે આભ તૂટી પડ્યું હતું.

રહસ્યમય રીતે ગાયબ થયેલી આ બાળકી બાદમાં વડોદ ગામની ઝાડીમાંથી મૃત અવસ્થામાં મળી આવી હતી. બાળકી રમતા રમતા અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ તેને લઈ પરિવારજનો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. અંતે વિગતો શ્રમજીવી પરિવારે પોલીસને જણાવી હતી. પોલીસે અત્યાર સુધીમાં હત્યા મામલે ઝીણવટપૂર્વક તપાસ કરતા સીસીટીવીમાં એક અજાણી વ્યક્તિ બાળકીને લઈ જઈ રહી હોય તેનું પગેરું હાથ લાગ્યું છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર દિવાળીના તહેવારની રાત્રે જ આ બાળકી ગાયબ થઈ ગઈ હતી. પરિવારજનોએ પોલીસને ઘટનાની જાણ કરતા સો કરતા વધારે પોલીસ જવાનોએ બાળકીને શોધવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યા હતા, પણ બાળકીનો કોઈ જગ્યાએ અત્તોપત્તો લાગ્યો નહોતો. અંતે વડોદ ગામની ઝાડીમાં બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

બાળકીના પિતા મીલમાં મજૂરી કામકાજ સાથે સંકળાયેલા છે. તેમને સંતાનમાં બે બાળકીઓ છે, જેમાંથી મૃતક બાળકી મોટી હતી. ઘટનાની જાણ કર્યા બાદ પોલીસ જવાનોની ટીમે જહેમત ઉઠાવી હતી. તેઓ પહેલા તો બાળકીનો ફોટો લઈ શેરીએ શેરીએ અને નજીકના એક એક વિસ્તારમાં ઘુમ્યા હતા. જોકે અંતે બાળકીનો મૃતદેહ જ હાથ લાગતા પરિવાર માથે નોધારી આફત તૂટી પડી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત