Homeગુર્જર નગરીસુરત: તરુણીને કમરના ભાગે સ્પર્શ કરનારા આરોપીને કોર્ટે આપી આ સજા

સુરત: તરુણીને કમરના ભાગે સ્પર્શ કરનારા આરોપીને કોર્ટે આપી આ સજા

Team Chauk-Gujarat Desk: સુરતના કાપોદ્રાની 17 વર્ષની કિશોરીની છેડતી કરનારને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. છેડતી કરનારા આરોપીને કોર્ટે પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો છે. જો આરોપી આ દંડ ન ભરી શકે તો અતિરિક્ત ત્રણ માસનો જેલવાસ થશે. ઉપરથી પીડિતાને 25 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, 12 ઓક્ટોબર 2020ના રોજ, લોકડાઉનના સમયે, કાપોદ્રાની એક 17 વર્ષીય તરુણીને તાવ આવતો હોય તેના કાકા તેને બાઈક પર બેસાડી દવાખાને લઈ જતા હતા. એ સમયે તેઓ પાનના ગલ્લાની નજીક ઉભા રહ્યા હતા. જ્યાં રતિલાલ અઘેરા નામના વ્યક્તિએ કિશોરીના કમરને ભાગે સ્પર્શ કરી છેડતી કરી હતી.

રતિલાલને આ માટે સ્થળ પર જ ઢોર મારા મારી મેથીપાક ચખાડવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસને સોંપવામાં આવ્યો હતો. રતિલાલના બચાવમાં વકીલે એવી દલીલ કરી હતી કે જે સમયે ઘટના બની એ સમયે લોકડાઉન હતું. આરોપી બેરોજગાર હતો અને નશામાં ચૂર હતો. જોકે તેમની આ કોઈ પણ દલીલ ચાલી નહોતી.

સરકાર પક્ષે એપીપી વિશાલ ફળદુએ સમગ્ર દલીલો કરી હતી. પોક્સો કેસના વિશેષ ન્યાયાધિશ દીલીપ મહિડાની કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનારને કમરના ભાગે સ્પર્શ કરી, શારીરિક અડપલાં અને છેડછાડ કરી તે વાસનાયુક્ત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments