Homeગામનાં ચોરેભારતની બે મહિલા ડોક્ટરો ગોવામાં લગ્ન કરશે

ભારતની બે મહિલા ડોક્ટરો ગોવામાં લગ્ન કરશે

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના નાગપુરમાં બે મહિલા ડોક્ટરની અનોખી રિંગ સેરેમની યોજાવા જઈ રહી છે. બંને ડોક્ટરોએ એક દંપતિની રીતે હમસફર બનવાનો નિર્ણય લીધો છે. બંનેના વિવાહ પણ ગોવામાં થશે. જોકે આ પ્રથમ વખત નથી. આ પૂર્વે પણ દેશમાં સમલૈંગિક વિવાહની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

સમલૈંગિક વિવાહ કરવા જઈ રહેલી મહિલા ચિકિત્સકનું નામ પરોમિતા મુખર્જી અને સુરભિ મિત્રા છે. આ અંગે પરોમિતા મુખર્જીનું કહેવું છે કે અમે આ સંબંધને જીવનભરનો વાયદો કહી શકીએ છીએ. અમે ગોવામાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

પરોમિતાએ આ અંગે જણાવ્યું કે, મારા પિતાને 2013થી મારા સેક્સ અંગેના વિચારોને લઈ ખબર છે. હાલમાં જ મેં મારી માતાને આ વિશે જણાવ્યું ત્યારે તે ચકિત્ત રહી ગઈ હતી. પણ બાદમાં તે ખુશ થઈ ગઈ કારણકે તે મને ખુશ જોવા ઈચ્છે છે.

સુરભિ મિત્રાએ કહ્યું, મારા પરિવારમાં સેક્સના વિચારોને લઈ સમલૈંગિક સંબંધોને લઈ કોઈ દિવસ ક્યારેય વિરોધ નથી થયો. વાસ્તવમાં જ્યારે મેં મારા પિતાને કહ્યું ત્યારે તે ખુશ થયા હતા. હું એક મનોચિકિત્સક છું. અને મારા આ પ્રકારના સંબંધને લઈ કેટલાય લોકો સવાલ ઊભા કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments