Team Chabuk-Sports Desk: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ શ્રેણીમાં બીજા દિવસે ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે ઈતિહાસ રચી દીધો. કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા શાર્દુલે આફ્રિકાની પ્રથમ ઈનિંગ દરમ્યાન સાત વિકેટ ઝડપી હતી. આ સાથે જ શાર્દુલ આફ્રિકામાં બોલર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારો ભારતીય ખેલાડી બની ચૂક્યો છે. શાર્દુલ સિવાય ભારતનો કોઈ બોલર લયમાં જોવા મળ્યો નહોતો. શાર્દુલે બંને વખતે મજબૂત ભાગીદારીનો અંત આણ્યો હતો, તો સેટ થયેલા બેટ્સમેનોને પણ પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેના આ પ્રદર્શનના કારણે જ આફ્રિકાની ટીમ ભારત સામે મોટી લીડ નહોતી કરી શકી.
શાર્દુલે આ ઈનિંગમાં 61 રન આપી સાત વિકેટ પોતાના નામે કરી હતી. આફ્રિકાની સામે કોઈ પણ ભારતીય ખેલાડીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સિવાય જોહાનિસબર્ગના મેદાનમાં શાર્દુલ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારો ખેલાડી બની ચૂક્યો છે. આફ્રિકાની ટીમની વિરૂદ્ધ અશ્વિન અને હરભજન જેવા અનુભવી બોલર્સે ઘર આંગણે સ્પીન પીચ પર વિકેટ ઝડપી હતી. જ્યારે વિપરિત પરિસ્થિતિમાં અને વિરોધીના હોમગ્રાઉન્ડમાં શાર્દુલે આ કમાલ કરી બતાવ્યો છે. શાર્દુલે પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રથમ વખત ઈનિંગમાં પાંચ વિકેટ પોતાના નામે કરી છે.
શાર્દુલે આ કિર્તીમાન સ્થાપિત કરી કુંબલે, અશ્વિન અને હરભજન જેવા દિગ્ગજોને પાછળ છોડ્યા છે. શાર્દુલ છઠ્ઠો એવો ભારતીય બોલર છે જેણે જોહાનિસબર્ગના મેદાનમાં પાંચ વિકેટ લીધી હોય. સૌ પ્રથમ આ કિર્તીમાન અનિલ કુંબલેએ કર્યો હતો. કુંબલે એક માત્ર ભારતીય સ્પિનર છે જે આ મેદાનમાં પાંચ વિકેટ લઈ શક્યા હોય. તો શાર્દુલ પ્રથમ એશિયાઈ બોલર છે, જેણે આ મેદાનમાં સાત વિકેટ લીધી હોય. બીજી બાજુ આફ્રિકામાં તે વિતેલા 100 વર્ષમાં સૌથી બેસ્ટ પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલરની સૂચિમાં સામેલ થઈ ગયો છે. શાર્દુલ પૂર્વે 1999માં ઈંગ્લેન્ડના એન્ડ્રૂ કેડિકે ડરબનના મેદાનમાં 46 રન આપી સાત વિકેટ પોતાના નામે કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત