Homeગુર્જર નગરીસુરત: ભાગતા ચોરને પકડવા યુવાન પાછળ દોડ્યો અને મોત થઈ ગયું

સુરત: ભાગતા ચોરને પકડવા યુવાન પાછળ દોડ્યો અને મોત થઈ ગયું

Team Chabuk-Gujarat Desk: સમસ્યા જ્યારે તમારાથી ભાગીને ક્યાંક દૂર ચાલી જતી હોય ત્યારે તેને પકડવા માટે પાછળ ન દોડાય. સુરતના કાળામાથાના માનવીઓથી ધમધમતા પાંડેસરા વિસ્તારમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો. જ્યાં ચોરો ચોરી કરવા ઘરમાં ઘુસ્યા પણ બાદમાં પરિવારના લોકોને તેમની ખેપાની પ્રવૃત્તિ વિષે ખ્યાલ આવી જતા ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. આ સમયે ચોરને પકડવા માટે એક યુવક તેની પાછળ દોડ્યો હતો પણ યુવકને ખબર નહોતી કે અહીં યમરાજ તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. ચોરની પાછળ દોટ મૂકનારા આ યુવકનું બાદમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મણિનગર પ્લોટ નંબર-73માં ગઈકાલે ત્રણ ચોર ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતા. જોકે પરિવારના લોકો જાગી જતાં ચોરોને ઉભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો. ચોરને જવા દીધા હોત તો સારું હતું પણ તેની પાછળ પરિવારજનો જ યુવક વીરેન્દ્ર ગુપ્તા દોડ્યો હતો. ચોરને યુવક પાછળ આવી રહ્યો છે તેવી બીક ઘુસી જતા અને પકડાય જવાના ભયથી યુવાનના ગળામાં ચપ્પુનો ઘા મારી દીધો હતો. ગળું રહેંસી નાખવાના કારણે અને લોહી વહી જતાં યુવકનું મોત થયું હતું.

મૃતક 22 વર્ષીય વીરેન્દ્ર પાનની દુકાન ચલાવતો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ચોરો ઘરમાંથી બાર હજાર રૂપિયા પણ ચોરીને ભાગ્યા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ચોરોએ ઘરમાં રહેલા વીરેન્દ્રના ભાઈ વિષ્ણુ પર પણ હુમલો કરતા હાથ પર ઈજા થઈ હતી.

એક તો ચોરનું ચોરી કરવા આવવું ઉપરથી આશાસ્પદ યુવાનના મોતના કારણે લોકોનો આક્રોશ જ્વાળામુખી બની ફાટ્યો હતો. રાતના સમયે જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે જ ચોર પોતાનો કસબ દેખાડવા માટે ઘુસી જાય તે વાતે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તસ્કરોને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments