Team Chabuk-Cinema Desk: વર્ષોથી રાતના સાડા આઠ વાગ્યે પ્રસારીત થતી અને ભારતભરને હસાવતી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે એક બીજા કારણોસર ચર્ચામાં છે. આમ તો સિરીયલમાં જેઠાલાલ અને બબીતાજી વચ્ચે પ્રેમની કુંપણો ફૂટી હોવાનું દેખાડવામાં આવે છે, પણ જે સત્ય હકીકત સામે આવી છે તે જાણી દર્શકોના પગ તળેથી જમીન ખસી ગઈ છે. બબીતાજી એટલે કે અભિનેત્રી મૂનમૂન દત્તા અને સિરીયલમાં ટપુનું પાત્ર ભજવતા અભિનેતા રાજ અંદકત વચ્ચે હાલ પ્રેમ પાંગર્યો હોવાના સમાચાર વાયુવેગે વાઈરલ થઈ રહ્યા છે. સમાચાર સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર દર્શકો અવાક થઈ ગયા છે.
ઈટાઈમ્સની ખબર પ્રમાણે મુનમુન દત્તા અને રાજ અંદકત એકબીજાને ડેટ કરી રહ્યા છે. બેઉનું અફેર છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. શો સાથે જોડાયેલા તમામ લોકોને પણ બેઉના રિલેશન વિષેની જાણ છે. રાજ અને મુનમુન આ બેઉની વચ્ચે ઉંમરમાં નવ વર્ષનો ગેપ છે.
હાલ રાજની ઉંમર 24 વર્ષની છે. જ્યારે મુનમુન દત્તા 33 વર્ષની છે. રિપોર્ટ પ્રમાણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના દરેક સભ્યને આ અફેર વિષેની જાણ છે. આ ઘટના સાથે સંકળાયેલા એક સૂત્રનું કહેવું છે કે, મુનમુન અને રાજના પરિવારને પણ આ વિષેની બધી જાણકારી છે.
હાલ શોની ટીમ પણ બેઉના સંબંધોને સન્માનની દૃષ્ટીથી જુએ છે. કોઈ પણ સેટ પર બેઉનો મજાક નથી ઉડાવી રહ્યું. બેઉ બચી બચીને એકબીજાની સાથે સમય પસાર કરી રહ્યા છે. આ બંને કલાકારો છેલ્લા કેટલાય સમયથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા પણ આ ઘટના અંગેની જાણ દર્શકોને કે તેમના ફેન્સને આજે છેક થઈ છે.
મુનમુન હાલમાં જ બે મહિનાની રજા બાદ શોમાં પરત ફરી છે. જોકે બંનેએ પોતાની લવ લાઈફ વિશે કોઈ સાથે ખુલીને વાત નથી કરી. બેઉના સંબંધોની વાત મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસરી ગયા બાદ હવે આ બંને શું કહે છે તેની લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે.
આ પહેલા મુનમુન બિગબોસમાં જોવા મળેલા અભિનેતા અરમાન કોહલીને ડેટ કરી ચૂકી છે. બેઉ 2008માં રિલેશનશીપમાં હતા. બંને વચ્ચે લાંબો સમય સંબંધ ન ચાલ્યો અને અકાળે અંત આવ્યો હતો. જે પછી હવે રાજ અને મુનમુનના રિલેશનશિપના સમાચારે ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત