Team Chabuk-Gujarat Desk: નર્સરીમાં નોકરી કરતી સુરતના કાપોદ્રાની મહિલા કોરોના કાળમાં નર્સરી બંધ થઈ જતા ઘરે બેકાર બેઠી હતી. તેને નોકરીની તાતી આવશ્યકતા હતી. પણ તેની મજબૂરીનો એક નરાધમે ફાયદો ઉઠાવ્યો હતો અને તેને હોટલમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મહિલાના પરિવારમાં તેનો પતિ અને બે પુત્રી છે. મહિલાનો પતિ રત્ન કલાકાર તરીકેનું કામ કરે છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે, કોરોનાના વિકટ સમયમાં નર્સરી બંધ થઈ જતા મહિલા છેલ્લા કેટલાય સમયથી બેકાર હતી. એવામાં તેને આશાની એક કિરણ તરીકે બહેનપણી દેખાય. તેની બહેનપણીએ જેને ભાઈ માનેલો એ પારસ ઝાલાવાડીયાનો ફોન નંબર તેને આપ્યો. મહિલાએ પારસ સાથે નોકરી બાબતે વાતચીત કરી. પારસે મહિલાને કહ્યું હતું કે, ડી.આર.વર્લ્ડમાં નોકરી છે અને મહિલાને WOW હોટલમાં બોલાવી હતી. મહિલાને અહીં બેસાડી તેણે કહ્યું હતું કે, શેઠ બાજુના હોલમાં છે થોડીવારમાં ત્યાં તમને બોલાવશે.
આ નરાધમે મહિલાને બાદમાં ચાકુ બતાવ્યું હતું અને તારી બંને દીકરીઓના ગળા કાપી નાખીશ એવી ધમકી આપી તેના મોઢામાં ડુચ્ચો ભરાવી બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમે આ દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો હતો. વીડિયોથી તે મહિલાને વારંવાર બ્લેકમેલ કરતો હતો. અને કોઈ વખત WOW હોટલમાં તો કોઈ વખત નજીકની નેક્સેસ હોટલમાં બોલાવી તેના પર દુષ્કર્મ આચરતો હતો. અંતે મહિલાએ પોતાની આપવીતી પોલીસને જણાવી હતી અને કાપોદ્રા પોલીસ મથકમાં આ અંગેનો ગુનો નોંધાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત