Team Chabuk-National Desk: અરુણાચલ પ્રદેશથી કથિત રીતે ચીનની સેનાએ જે કિશોરનું અપહરણ કર્યું હતું એ પોતાના ઘરે પરત ફરી ચૂક્યો છે. જિલ્લા ઉપાયુક્ત શાશ્વત સૌરભે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ સોમવારની સાંજે સિયાંગ જિલ્લાના તૂતિંગમાં આયોજીત એક સમારોહમાં મીરામ તારોનનો તેના માતા પિતા સાથે મેળાપ કરાવી દીધો હતો.
ઘર પરત ફરવા પર સ્થાનિક પ્રશાસન અન પંચાયતના નેતાઓએ મીરામનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હવે મીરામના પિતા ઓપાંગ તારોને કહ્યું છે કે ચીનની સેનાએ તેના પુત્રને પીઠ પર માર્યું હતું અને ઈલેક્ટ્રિક શોક પણ આપ્યા હતા.
17 વર્ષીય મીરામનું ચીની સૈન્યએ 18 જાન્યુઆરીના રોજ વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે લુંગટા જોર વિસ્તારથી અપહરણ કરી લીધું હતું. મીરામ પોતાના મિત્ર જ્હોની યેંગની સાથે શિકાર પર ગયો હતો. એ સમયે જ ચીની સૈન્યએ તેનું અપહરણ કરી લીધું. તેનો મિત્ર યેંગ ત્યાંથી ભાગવામાં સફળ થયો હતો અને તેણે ઘટનાની જાણકારી અધિકારીઓને આપી હતી.
27મી જાન્યુઆરીના રોજ ચીની સૈન્યએ મીરામને અંજાબ જિલ્લાના કિબિથૂમાં વાચા-દમઈ ઈન્ટરેક્શન પોંઈન્ટ પર ભારતીય સૈન્યને પરત કરી દીધો હતો. અહીં મીરામ ક્વોરન્ટાઈન રહ્યો હતો. અને હજુ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગામ પરત ફર્યો છે.
મીરામના પિતા ઓપાંગ ટેરોને કહ્યું કે આ સમગ્ર ઘટનાએ તેના પુત્રને ખૂબ ડરાવી દીધો છે. જ્યારે તે પરત ફર્યો ત્યારે ખૂબ જ થાકેલો હતો. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ મીરામને એક અઠવાડિયાથી વધારે સમય પોતાની હિરાસતમાં રાખ્યો હતો. મીરામના પિતાએ આરોપ લગાવ્યો હતો કે મીરામને ચીની સૈન્યએ બાંધીને રાખ્યો હતો અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી.
The Chinese PLA has handed over the young boy from Arunachal Pradesh Shri Miram Taron to Indian Army. Due procedures are being followed including the medical examination. https://t.co/xErrEnix2h
— Kiren Rijiju (@KirenRijiju) January 27, 2022
પત્રકારો સાથે વાત કરતા સમયે તેમણે કહ્યું કે, ચીનની સેનાએ તેના પુત્રને ટોર્ચર પણ કર્યો. એ હજુ પણ સદમામાં છે. તેના પીઠ પર લાત મારી અને વીજળીના હલ્કા ઝટકા પણ આપ્યા. મોટાભાગનો સમય આંખો પર પટ્ટી બાંધીને રાખવામાં આવ્યો હતો અને તેના હાથ પણ બાંધીને રાખવામાં આવ્યા હતા. એ તેના હાથ ત્યારે ખોલતા હતા જ્યારે તેને ભોજન કરવું હોય કે શૌચ જવું હોય.
અરુણાચલના પૂર્વ નિર્વાચન ક્ષેત્રથી ભાજપના સાંસદ તાપિપ ગાઓએ 19મી જાન્યુઆરીના રોજ ટ્વીટર પર પ્રથમ વખત કિશોરના અપહરણની માહિતી આપી હતી. જે પછી મીરામને પરત લાવવાની કામગીરી થઈ. મીરામના પરત ફર્યાં બાદ તેમણે કહ્યું કે, મીરામનું જિદો ગામના લોકો, અધિકારીઓ અને પંચાયતના નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
સપ્ટેમ્બર 2020માં પણ ચીની સેનાએ અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાના પાંચ છોકરાઓનું કથિત રીતે અપહરણ કરી લીધું હતું. તમામ છોકરાઓને ચીનની સેનાએ એક અઠવાડિયા બાદ છોડી દીધા હતા. અરુણાચલ પ્રદેશ અને ચીનની વચ્ચે 1,080 કિલોમીટરની સીમા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત