Homeગુર્જર નગરીસુરત ટ્રાફિક પોલીસના જવાનોએ એક લાખ રૂપિયાથી ભરેલું પર્સ તેના મૂળ માલિકને...

સુરત ટ્રાફિક પોલીસના જવાનોએ એક લાખ રૂપિયાથી ભરેલું પર્સ તેના મૂળ માલિકને પરત કર્યું

Team Chabuk-Gujarat Desk: ઈમાનદારીના ઈન્જેક્શન કોઈ મેડિકલ સ્ટોરમાં નથી મળતા. આ વાત ફરી એક વખત સિદ્ધ થઈ છે. સિદ્ધ કરનાર છે સુરતની ટ્રાફિક પોલીસના બે જવાનો. જેમણે એક લાખ રૂપિયાનું પૈસા ભરેલું પર્સ તેના યોગ્ય માલિકને પરત આપી માણસાઈ જીવંત હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

એક લાખ રૂપિયા એ કોઈ નાની રકમ નથી. કોઈ પણ મધ્યમવર્ગની સામે એક લાખ જેવી રકમ અને એ પણ કોરોનાના સમયમાં આંખ આડે આવી જાય તો તે શું કરે? આવા પ્રશ્નો અને પ્રતિપ્રશ્નોની વચ્ચે સુરતા ટ્રાફિક જવાનોએ ઉમદા કામ કર્યું છે. આ કામગીરીના કારણે સુરત પોલીસ જનતાની નજરમાં ઉંચી ઉઠી ગઈ છે.

1 જુલાઈ 2021ના રોજ ભટાર ચાર રસ્તા ઉપર ટ્રાફિકના નિયમન માટે હેડ કોન્સ્ટેબલ કૈલાશભાઈ ભાગવતભાઈ, લોકરક્ષક બળદેવજી રઘુજી, ટીઆરબી જવાન રાહુલ પ્રતાપ બહિરામ, ટીઆરબી જવાન દિનેશ રામચરણ પટેલ હાજર હતા. એ સમયે એક મહિલા પોતાનું એક્ટિવા વળાંક લેતી હતી. વળાંક લેતા સમયે તેનું એક્ટિવામાં રહેલું પર્સ પડી ગયું હતું અને મહિલાને જાણ ન હોય આગળ ચાલી ગઈ હતી.

આ પર્સની અંદર એક લાખ રૂપિયાની સાથે સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ હતું. જેના આધાર પર અઠવાગેટના પોલીસ કર્મચારીઓએ પર્સના માલિકની શોધ આદરી હતી. જોકે થોડીવારમાં જ તે મહિલા ભટાર ચાર રસ્તા પાસે પરત આવી હતી અને પોતાના પર્સની વિગત અંગે પૂછતા ફરજ પર હાજર ટ્રાફિક પોલીસે તેમને અઠવાગેટ ચોકી પર જવાનું જણાવ્યું હતું.

જે પછી પર્સના માલિક મિત્તલ. એન. ઉમિયાગર અઠવાગેટ ટ્રાફિક ચોકી પરથી ઓળખ આપી પોતાનું એક લાખ રૂપિયાથી ભરેલું પર્સ લઈ ગયા હતા. મિત્તલબહેને પણ ટ્રાફિક પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. જ્યારે આ વાતની જાણ પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરને થઈ તો તેમણે પણ ભટાર ચાર રસ્તા ટ્રાફિક પોંઈન્ટની પોલીસને બોલાવી તેમની કામગીરીની સરાહના કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments