Team Chabuk-International Desk: ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજાણીમાં બીજીંગમાં આયોજીત એક કાર્યક્રમ સમારોહમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમની વેશભુષા માઓ ત્સે તુંગની યાદ અપાવતી હતી. જે મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું હતું. 100 વર્ષ પૂર્ણ થવા પર જિનપિંગે વિદેશી તાકતોને ધમકી આપી હતી. શીએ કહ્યું કે, અમને ધમકાવનારા કે અમારા વિરોધની કોશિશ કરનારી વિદેશી તાકતોનું મોઢું કચડી નાખવામાં આવશે. તિયાનમેન ચોકથી એક કલાક ચાલેલા આ ભાષણમાં જિનપિંગે દેશના લોકો દ્વારા બનાવવામાં આવેલી નૂતન દુનિયાની સરાહના કરી હતી.
પ્યુપિલ્સ રિપબ્લિકના સંસ્થાપક માઓ ત્સે તુંગ બાદ ચીનના સૌથી શક્તિશાળી નેતા જિનપિંગે કહ્યું કે, ચીનના લોકો ન માત્ર જૂની દુનિયાને ખત્મ કરવા માગે છે પણ તેમણે એક નવી દુનિયા પણ બનાવી છે.
પોતાના આક્રામક ભાષણમાં તેઓએ માત્ર સમાજવાદ જ ચીનને બચાવી શકે છે તેવી વાત ઉચ્ચારી હતી. તેમણે તાઈવાનને ધમકી આપતા ચીનમાં મિલાવવાનું કહ્યું હતું. આ માટે ચીની સૈન્યના નિર્માણની આવશ્યકતા બતાવતા એમણે કહ્યું કે, ચીનની સુરક્ષા અને સંપ્રભુતાની રક્ષા કરતા હોંગકોંગમાં સામાજીક સ્થિરતા સુનિશ્ચિત કરવામાં આવશે.
સમારોહમાં તેમણે ત્રણ દેશનું નામ લઈ કહ્યું કે, ચીનની સૈન્ય તાકાત વધારવા અને તાઈવાન, હોંગકોંગ અને મકાઉને ફરી ચીનમાં ભેળવવા પ્રતિબદ્ધ છીએ. કોઈ એવી વિદેશી તાકતને અનુમતિ નહીં આપીશું જે અમારી સામે ડોળો ઊંચો કરે. આપણા પર દબાણ બનાવે કે આપણને અધીન બનાવે.
ભારતમાં લદ્દાખ પર આંખ માંડીને બેઠેલા ચીનના રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં વિદેશી તાકતો પર આડેધડ હુમલાઓ કર્યા હતા પણ પોતાને સત્યની પગથી પર ચાલનારા અહિંસાવાદી ગણાવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, વિશ્વ ચીનના લોકોના મજબૂત નિર્ણયો અને તાકાતને ઓછી ન આંકે અમે કોઈને દબાવ્યા નથી. આંખ પણ દેખાડી નથી અને ન તો કોઈ અન્ય દેશને પોતાના આધિપત્ય હેઠળ લાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે આગળ પણ આવું નહીં કરીશું.
68 વર્ષીય શી જિનપિંગે કહ્યું કે, તાઈવાનને પોતાના દેશમાં ભેળવવું એ ચીનનું ઐતિહાસિક લક્ષ્ય છે અને અમે કોઈ પણ વિદેશી તાકતને અમારા દેશમાં પરેશાન, ઉત્પીડન અથવા તો તેમના આધિપત્ય હેઠળ લાવવા નહીં દઈએ. જો કોઈ અન્ય દેશે પણ આવું કરવાનો પ્રયત્ન કર્યો તો 1.4 અરબથી વધારે ચીની લોકોની લોઢાની વિશાળ દિવાલની સાથે અથડાવાનું રહેશે.
અમેરિકાની સાથે સ્પર્ધાની વચ્ચે ચીન ઝડપથી પોતાની મિસાઈલની ક્ષમતાને વધારી રહ્યું છે. હાલમાં જ લેવામાં આવેલી સેટેલાઈટ તસવીરોથી એ વાતનું પ્રમાણ મળ્યું છે કે ઉત્તર-પશ્ચિમ શહેર યુમેનની પાસે આવેલા રણમાં અંતરમહાદ્વિપિય બેલેસ્ટિક મિસાઈલ માટે 100થી વધારે મિસાઈલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાઈલો એ સ્ટોરેજ કન્ટેનર હોય છે. જેની અંદર લાંબી દૂરી સુધી મારવાની ક્ષમતા ધરાવતી મિસાઈલો રાખવામાં આવે છે.
ધ વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયામાં જેમ્સ માર્ટિન સેન્ટર ફોર નોનપ્રોલિફરેશન સ્ટડીઝના શોધકર્તાઓએ સેટેલાઈટ તસવીરોના આધાર પર જણાવ્યું હતું કે, ચીનના ગાંસુ પ્રાંતમાં હજ્જારો કિલોમીટર સુધી ફેલાયેલા રણવિસ્તારમાં કેટલીય સાઈટ પર સાઈલોઝ બનાવવાનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. શોધકર્તાઓને આવા 119 નિર્માણ સ્થળો વિશે માહિતી હાથ લાગી છે. જ્યાં ચીન બેલેસ્ટિક મિસાઈલોને લોન્ચ કરવા માટે નવી સુવિધાઓ બનાવી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત