Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક મહિલાને ઘરની સાફ સફાઈ માટે મકાન માલિકે રાખી હતી, પણ તેને બિચારાને શું ખબર હતી કે ઘર સાફ કરવા રાખનારી આ મહિલા તેના ઘરમાંથી અઢાર લાખ જેટલો મુદ્દામાલ સાફ કરીને ચાલી જશે. પતિ અને પત્ની જ્યારે બજારમાં પુજાનો સામાન લેવા માટે ગયા હતા ત્યારે તેણે ઘરને સાફ કરી નાખવાનું કામ કર્યું હતું. જેમાં આ મહિલાએ 16 લાખ રૂપિયાના દાગીના અને 1.78 લાખ રોકડા કબાટમાંથી કાઢી લીધા હતા. જ્યારે ઘર સાફ થયાની ખબર પડી તો મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટના ન્યૂ સિટીલાઈટ વસંત વિહાર સોસાયટીમાં બની છે. જેમની સાથે દુર્ઘટના બની તેમનું નામ સંજયભાઈ ઝરીવાલા છે. તેઓ એસ.કે ઈન્ડસ્ટ્રીઝમાં પાવલ લુમ્સનું ખાતુ ધરાવે છે. સંજયભાઈએ મકાનમાં એક નોકરાણી રાખી હતી. જે કોઈ કારણોસર કામ છોડીને ચાલી જતા સંજયભાઈ એક અન્ય નોકરાણીની શોધમાં હતા. આ સમયે કાજલ નામેરી નોકરાણી સાથે તેમનો ભેટો થઈ ગયો હતો.
22મી તારીખે કાજલને નોકરાણી તરીકેની નોકરી મળી હતી અને 26મી તારીખે ઘરનો 18 લાખનો સામન ચોરી રાણી બની ગઈ! 26મી તારીખી હતી અને સવારમાં પોણા અગિયાર જેવો સમય થયો હતો. સંજયભાઈ પત્ની પીનલ સાથે પુજાનો સામાન ખરીદવા માટે ગયા હતા.
આ વખતે ઘરમાં કાજલની સાથે કોઈ પીન્કીની એન્ટ્રી થઈ હતી. આ બંનેએ સંજયભાઈની કમાણીને સાફ કરી નાખી હતી. કબાટમાંથી 1.78 લાખ જ્યારે 16.22 લાખના દાગીના મળીને કુલ 18 લાખ રૂપિયા લઈ રફુચક્કર થઈ ગઈ હતી. હાલ તો પોલીસે ઘર સાફ કરવાના બહાને કબાટ સાફ કરી જનારી કાજલની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત