Team Chabuk-Gujarat Desk: આજથી બરાબર છ વર્ષ પહેલા એટલે કે 2015ની સાલમાં, દસમાં ધોરણની વિદ્યાર્થિનીને ઘરે ટ્યૂશન આપવા જતાં એક પ્રખ્યાત શાળાના તત્કાલીન વાઈસ પ્રિન્સિપાલ અને હાલ આરોપી એવા ધર્મેશ મણવરે હવસનું પોત પ્રકાશતા વિદ્યાર્થિનીને છાતીના ભાગે સ્પર્શ કર્યો હતો જ્યારે હોઠમાં ચુંબન કરી લીધું હતું. આ ગુનામાં ન્યાયાધીશ એમ.આર.શાહે જી.પી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી ધર્મેશને દોષિત જાહેર કરવાનો હુકમ કર્યો છે.
આ ઘટના બની તો વલસાડમાં હતી પણ તેનો ડર ગુજરાતભરમાં વ્યાપી ગયો હતો, કારણ કે કોઈ માતા પિતાએ આવું વિચાર્યું નહીં હોય કે ગુરુ જ ભક્ષક બની જાય. 2015ની સાલમાં ઘટના કંઈક એવી ઘટી હતી કે, આરોપીએ સગીરાની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. જ્ઞાન આપવા આવતો શિક્ષક જ ભક્ષક બની જતા તેણીના છાતીના ભાગે સ્પર્શ કર્યો અને કિસ કરી હતી. સગીરાએ આ વાત પોતાના માતા પિતાને કહી દીધી હતી.
માતા પિતાએ જ્યારે આ વાત સાંભળી તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેમણે ક્ષણવારનો પણ વિલંબ કર્યા વિના ઢગા પ્રિન્સિપાલની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લગાવનાર આ આરોપીને ન્યાયાધીશે પોક્સો એક્ટ દોષિત જાહેર કર્યો છે. આરોપીને ત્રણ વર્ષની સજા અને જો રૂપિયા 500 ન ભરે તો અતિરિક્ત ત્રણ માસની સજાનો હુકમ આપવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત