Team Chabuk-Gujarat Desk: આજે જીવનજરૂરિયાતની વસ્તુઓ મોલમાંથી લોકો ખરીદે છે. ભાગ્યે જ મોલમાં ચોરીના બનાવો બનતા હોય છે. એવામાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ડિ-માર્ટના મોલમાં બે મહિલાઓ હાથફેરો કરવાના ઈરાદે જ ઘુસી હોય તેમ વસ્તુઓની ચોરી કરતી સીસીટીવીમાં આબાદ ઝડપાય હતી. જાણે દિવાળી સુધારવી હોય એમ મહિલાઓએ ડિ-માર્ટના મોલમાંથી ઘી અને ડ્રાયફ્રૂટને પેટીકોટમાં સંતાડી ચોરી કરતી હતી. પોલીસે આ બંને મહિલાઓને ઝડપી પાડી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટના બુધવારના સમયે ઘટી હતી. ચાર મહિલાઓ જેમાંથી એક સગર્ભા છે, તેઓ બે-બેના જૂથમાં મોલમાં પ્રવેશી હતી અને મસાલાનું પેકેટ લઈ બહાર ચાલી ગઈ હતી. એવામાં સિક્યુરિટી ગાર્ડ રામનિવાસ કોંગસિંહ બધેલને શંકા જતા તેણે મેનેજરને વાત કરી હતી અને સીસીટીવી તપાસ્યા હતા. તેને પકડવા પાછળ દોડ્યા હતા પણ બે મહિલાઓ ઈકો કારમાં બેસી નાસી ગઈ હતી. અગમચેતીના ભાગરૂપે સીસીટીવી અન્ય મોલમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા, જેથી ત્યાં આ પ્રકારનો બનાવ બને કે આ મહિલાઓ પહોંચે તો માહિતી મળી જાય.

પણ સિક્યુરિટી અને મેનેજનરની આ અગમચેતીએ જ મહિલાઓને પકડી પાડી હતી. ચોરીએ બીજો જુગાર જ છે! મહિલાઓ સરથાણાથી વરાછાના મોલમાં હાથફેરો કરવાના ઈરાદે ઘુસી હતી. જ્યાં ઘી અને ડ્રાયફ્રૂટ્સ ચોરી કરતા પકડાય. પોલીસને બોલાવવામાં આવી અને બંને મહિલાઓને સોંપી દેવાય હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત