Homeગામનાં ચોરેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા ઈટાલી રવાના, પાંચ દિવસનો પ્રવાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા ઈટાલી રવાના, પાંચ દિવસનો પ્રવાસ

Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પાંચ દિવસની વિદેશ યાત્રા પર ગુરૂવારે મોડી રાત્રે દિલ્હીથી રવાના થયા હતા. તેઓ ઈટાલીમાં આયોજીત T-20 શિખર બેઠકમાં ભાગ લેશે. જ્યાં તેઓ અન્ય G-20ના નેતાઓની સાથે મહામારી, સતત વિકાસ અને જળવાયુ પરિવર્તનથી વૈશ્વિક, આર્થિક અને સ્વાસ્થ્ય સુધાર પરની ચર્ચામાં સામેલ થશે. ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગીના નિમંત્રણ પર પીએમ મોદી 30-31 ઓક્ટોબર સુધી રોમમાં થનારી 16મી G-20 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ઈટાલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગીની સાથે બેઠકમાં પણ ભાગ લેશે. પીએમ મોદી વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરશે.

પ્રવાસ પર રવાના થતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, રોમમાં આયોજીત 16મી G-20 સમ્મેલનમાં ભાગે લેવા જઈ રહ્યો છું. G-20ના નેતાઓની સાથે મહામારી, સતત વિકાસ અને જળવાયુ પરિવર્તન થકી વૈશ્વિક આર્થિક અને સ્વાસ્થ્ય સુધાર પર ચર્ચા થશે. 29થી 31 ઓક્ટોબર દરમિયાન રોમ અને વેટિકન સિટીનો પણ પ્રવાસ કરીશ. એ પછી હું પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનના નિમંત્રણ પર એકથી બે નવેમ્બર સુધી ગ્લાસગોની યાત્રા પર રહીશ.

પ્રધાનમંત્રી મોદી બ્રિટનના ગ્લાસગોમાં સીઓપી-26 વર્લ્ડ લીડર્સ સમિટમાં ભાગ લેશે અને કાર્બન સ્પેસના સમાન વિતરણ સહિત જળવાયુ પરિવર્તનના મુદ્દાઓને વ્યાપક રૂપથી સંબોધિત કરવાની જરૂરીયાત પર રેખાંકિત કરશે. જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન માટે પાર્ટીઓના 26માં સમ્મેલનમાં ભાગ લેશે. જેમાં વિશ્વભરના 120 દેશોના પ્રમુખ ભાગ લેવાના છે.

ADV

વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ પ્રધાનમંત્રીના પ્રવાસ અંગે ગુરૂવારના રોજ જણાવ્યું હતું કે, આઠમી G-20 બેઠક છે, જેમાં પીએમ સામેલ થશે. ગત વર્ષની સંગઠનની શિખર બેઠક કોરોના મહામારીના કારણે વર્ચ્યુઅલ યોજાઈ હતી. જેની મહેમાનગતિ સાઉદી અરબ દ્વારા કરવામાં આવી હતી. આ પહેલા જૂન 2019માં જાપાનના ઓસાકામાં યોજાયેલી G-20 બેઠકમાં પીએમ મોદીએ વ્યક્તિગત રીતે ભાગ લીધો હતો. ઈટાલી બેઠકનું મૂળ ફોકસ કોરોના મહામારીથી અર્થવ્યવસ્થાને તારવી, વૈશ્વિક સ્વાસ્થ્ય સુશાસન, જળવાયુ પરિવર્તન, ટકાઉ વિકાસ અને ખાદ્ય સુરક્ષા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments