Homeગુર્જર નગરીસુરત: પતિનું યુવતી સાથે ચક્કર ચાલતું હોવાની શંકાએ મહિલાએ કાતરથી વાળ કાપી...

સુરત: પતિનું યુવતી સાથે ચક્કર ચાલતું હોવાની શંકાએ મહિલાએ કાતરથી વાળ કાપી નાખ્યા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના મહાનગર સુરતમાં જાહેરમાં એક મહિલાના વાળ એક મહિલાએ કાપી નાખ્યા. ઘટના બની ત્યારે આસપાસના લોકો મૂકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા હતા. મહિલાને શંકા હતી કે આ યુવતીનું તેના પતિની સાથે ચક્કર ચાલી રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં યુવતીને કેટલીક મહિલાઓએ પકડેલી છે અને એક મહિલા તેના વાળમાં જબરદસ્તી કાતર ફેરવી રહી છે. પીડિતા રાડો પાડતી રહે છે પણ કોઈ મદદ માટે આગળ નથી આવતું.

વાઈરલ થયેલો આ વીડિયો સુરતના તાતીથઈયા ગામનો છે. જ્યાં એક મહિલા દ્વારા યુવતીના જબરદસ્તી વાળ કાપવામાં આવ્યા. યુવતી ખૂદને બચાવવા માટે હવાતિયાં મારતી રહી હતી. આ યુવતીને બચાવવાની જગ્યાએ કેટલાક લોકો તેનો વીડિયો બનાવવામાં ઓતપ્રોત રહ્યા હતા. કેટલાક લોકો મહિલાના વાળ કપાતા જોઈ જાણે ગમ્મત ગુલાલ ચાલતું હોય એમ હસી રહ્યા હતા. પોલીસે પીડિત યુવતીનું નિવેદન લીધા બાદ કેસ ફાઈલ કર્યો છે.

પોલીસે આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી મહિલા સહિત અન્ય આઠ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે પુરુષનો પણ સમાવેશ થાય છે. સુરતની એસપી ઉષા રાડાએ આ અંગે જણાવ્યું હતું કે, મહિલાને શંકા હતી કે યુવતીનું તેના પતિની સાથે અફેર ચાલી રહ્યું છે. આ શંકાના આધારે જ મહિલાને પકડવામાં આવી અને તેના વાળ કાપી નાખવામાં આવ્યા.

યુવતીના વાળ કાપી નાખ્યા તે મુખ્ય આરોપી મહિલાનું નામ સેકન્તી છે. સેકન્તીની સાથે ગોરી અને અન્ય બે મહિલાઓ પણ સામેલ હતી. સેકન્તીનો આ યુવતી સાથે પહેલા પણ ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ યુવતી પોતાના ઘરે મધ્યપ્રદેશ ચાલી ગઈ હતી. થોડા દિવસ બાદ તે કડોદરા આવી હતી. જે વિષે સેકન્તીને ખબર પડી ગઈ હતી. સેકન્તીએ આ યુવતીને પકડી લીધી હતી. આરોપ છે કે તેની સાથે પહેલા મારપીટ કરવામાં આવી હતી અને બાદમાં તેના વાળ ઉપર કાતર ફેરવી નાખવામાં આવી હતી.

આરોપી મહિલાઓ જ્યારે આ કરતૂત કરી રહી હતી ત્યારે આસપાસના લોકો તેને અટકાવવાની જગ્યાએ તેનું સમર્થન કરી રહ્યા હતા. અહીં હાજર કાપડની દુકાનના માલિકે જ મહિલાનાં વાળ કાપવા માટે અન્ય મહિલાને કાતર આપી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments