Homeગુર્જર નગરીસુરતમાં મહિલા પીએસઆઈએ ફરિયાદ નોંધવા માટે મહિલા પાસેથી 10 હજારની લાંચ માંગી

સુરતમાં મહિલા પીએસઆઈએ ફરિયાદ નોંધવા માટે મહિલા પાસેથી 10 હજારની લાંચ માંગી

whatsapp group join link

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના મોટાભાગના સરકારી વિભાગોમાં ટેબલ પર વજન મૂક્યા વિના અરજદારોના કામ નથી થઈ રહ્યા. સરકારી બાબુઓના ખિસ્સા ભરો તો જ કામ થઈ રહ્યા છે. ત્યારે સુરતના એક મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. વલસાડ અને ડાંગ એસીબીએ મહિલા પીએસઆઈ અને તેના મળતિયા વકીલને રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. બન્નેની અટકાયત કરીને એસીબી દ્વારા આગળની તપાસ ચલાવાઈ રહી છે.

મળતી વિગતો પ્રમાણે સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે આવેલી મહિલા પાસેથી મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કમળાબેન ગામીત અને વકીલ પંકજ માકોડેએ ગુનો દાખલ કરવા માટે દસ હજાર રૂપિયાની લાંચ માગી હતી. મહિલાએ આ મામલે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી વલસાડના એસીબી પીઆઈ ડી.એમ.વસાવા અને કે.આર.સક્સેના સહિતના એસીબીના સ્ટાફે સુરત મહિલા પોલીસ સ્ટેશનની બહાર છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન ફરિયાદી મહિલા પાસેથી વકીલ પંકજ માકોડેએ 10 રૂપિયાની લાંચ સ્વીકારતાં જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને વકીલ પંકજ માકોડે અને મહિલા પીએસઆઈ કમળાબેન ગામીતને લાંચ લેતાં રંગેહાથે પકડી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી લાંચમાં સ્વીકારેલ 10 હજાર રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બન્ને આરોપીની અટકાયત કરી છે. આ ઘટના સમયે સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ રહ્યા હતા. સુરત એસીબીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments