Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ શનિવારે મોડી રાત્રે હેકર્સ દ્વારા હેક કરી લેવામાં આવ્યું હતું. હેક સમય દરમિયાન તેણે ત્રણ મિનિટમાં ત્રણ ટ્વીટ કર્યાં હતા, જેના કારણે હડકંપ મચી જવા પામ્યો છે. આ ટ્વીટ મોડી રાત્રે 2.11 વાગ્યાથી 2-15 વાગ્યાની વચ્ચે થયા હતા. જોકે આ ટ્વીટને થોડી ક્ષણોમાં જ ડિલીટ કરી દેવામાં આવ્યા.
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટર હેન્ડલ હેક થયા હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર આવતા જ વાઈરલ થઈ ગઈ હતી. જેને લઈ ટ્વીટર ઉપયોગકર્તાઓ દ્વારા સ્ક્રિનશોટ શેર કરવામાં આવ્યો હતો અને વિવિધ પ્રતિક્રિયા આપવાની શરુઆત કરી દેવામાં આવી હતી. રાતથી જ હેશટેગ હેક્ડ અને હેકર્સ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. જે રાતમાં જ ચોથા નંબર પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું.
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેને સુરક્ષા પર ગંભીર ખતરો ગણાવ્યો હતો અને બિટક્વાઈન માફિયાને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. કેટલાય લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે આ ઘટના બાદ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. જાણકારી પ્રમાણે પ્રથમ ટ્વીટ 2-11 વાગ્યે કરવામાં આવ્યું હતું જેને બે મિનિટની અંદર અંદર ડિલીટ કરી દેવામાં આવ્યું. 2-14 વાગ્યે હેકરને ફરી સનેપાત ઉપડતા તેણે બીજું ટ્વીટ કર્યું. જોકે આ બંને ટ્વીટમાં એક સરખી જ વાત લખવામાં આવી છે. આ બીજી વખત કરવામાં આવેલા ટ્વીટને પણ તેણે ડિલીટ કરી નાખ્યું હતું.
હેકર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વીટર હેન્ડલ પરથી જે ટ્વીટ કર્યું છે તેમાં તેણે લખ્યું છે કે, ભારતે બિટક્વાઈનને અધિકારિક રીતે મંજૂરી આપી દીધી છે. સરકારે અધિકારિકરૂપે 500 બીટીસી ખરીદ્યા છે અને તમામ નાગરિકોમાં વહેંચી રહી છે. જલ્દી કરો ભારત, ભવિષ્ય અહીં છે.
એકાઉન્ટ પર અચાનક આ પ્રકારની પોસ્ટ જોતા યુઝર્સને ખબર પડી ગઈ હતી કે પ્રધાનમંત્રીનું ટ્વીટર હેન્ડલ કોઈએ હેક કર્યું છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટના ટ્વીટર હેન્ડલને હેક કરી લેવામાં આવ્યું હતું. રાતના હેક થયેલું એકાઉન્ટ narendramodi.in સાથે લિન્ક હતું. જેમાં પ્રધાનમંત્રીના 25 લાખ ફોલોઅર્સ છે. થોડા દિવસ પૂર્વે પ્રધાનમંત્રીએ બિટક્વોઈનને યુવા પેઢી માટે ખતરો ગણાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
