Team Chabuk-Gujarat Desk: ગુજરાત કોંગ્રેસ હવે ફરી સક્રિય થઈ રહી છે. અત્યાર સુધી સુષુપ્તાવસ્થામાં રહેલી કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ આવવાની સાથે હરકતમાં આવી છે. આગામી 1 માર્ચથી શરૂ થનાર ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈ ભાજપને ઘેરવાની પુરી તૈયારી કરી લીધી છે. આ માટે કોંગ્રેસ દ્વારા મહેસાણા નજીક શંકુ વોટર પાર્કમાં પ્રશિક્ષણ કેમ્પનું આયોજન થયું હતું. તેમજ વિધાનસભામાં ઉપનેતા, દંડક, ઉપદંડક, મુખ્ય પ્રવક્તા, પ્રવક્તાની પણ નિમણૂક કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા મહેસાણા નજીક શંકુ વોટર પાર્ક ખાતે સંસદીય પ્રશિક્ષણ શિબિર યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ફેસબુક પર કરેલી પોસ્ટ અનુસાર આ સંસદીય પ્રશિક્ષણ શિબિરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર સહિતના વરીષ્ઠ નેતાઓએ હાજરી આપી.
આ પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રમાં ભાજપ સરકારને ઘેરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે ભાજપ સરકારનો ભ્રામક પ્રચાર અને ફેક નિતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રશિક્ષણ શિબિર બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જે આ મુજબ છે.
- શૈલેષભાઇ પરમાર, ઉપનેતાશ્રી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ
- ડૉ. સી. જે. ચાવડા, દંડકશ્રી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ
- લલિતભાઈ વસોયા, નાયબ દંડક, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ
- શ્રી નિરંજનભાઈ પટેલ, ખજાનચી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ
- શ્રી પુંજાભાઈ વંશ, મુખ્ય પ્રવકતા. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ
- વીરજીભાઈ ઠુંમ્મર મુખ્ય પ્રવકતા
- અશ્વિનભાઈ કોટવાલ, પ્રવકતા, ગુજરાત વિધાનસાભા
- ગ્યાસુદ્દીનભાઈ શેખ પ્રવક્તા, ગુજરાત વિધાનાભા
- બલદેવજીભાઈ ઠાકોર પ્રવકતા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ
- અંબરીષભાઈ ડેર પ્રવક્તા, ગુજરાત વિધાનાભા
- નૌશાદભાઈ સોલંકી પ્રવકતા, ગુજરાત વિધાનસભા
આગામી વિધાનસભા સત્ર દરમ્યાન અને વિધાનસભા બહાર ભાજપને હંફાવવા અને કોંગ્રેસ પક્ષને મજબુત બનાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત