Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં રહેતી મહિલાને પ્રસૂતિપીડા ઉપડી હતી. આથી આ મહિલાએ ઘરે જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ બાળકીમાં કોઈ હલચલન સહિતની ક્રિયાઓ ન કરતા મૃત હોય તેવું જણાતા 108ને ફોન કર્યો હતો. આ વાતની જાણ થતાં જ કોઠારીયા ગામે 108ની ટીમ આવી પહોંચી હતી અને 108ની ટીમે પોતાની સુઝબુઝ અને આવડતથી આ બાળકીને મોતના મુખમાંથી બચાવી હતી.
સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં રહેતા સંગીતાબેન વનરાજભાઈ લકુમને શનિવારે સવારે પ્રસૂતિપીડા ઉપડતા ઘરે જ સુવાવડ થઈ ગઈ હતી. પરંતુ બાળકી મૃત હાલતમાં હતી. ત્યારે ફરજ પરના આશા વર્કર બહેને 108ને ફોન કર્યો હતો. આથી 108ના ઇએમટી આકાશભાઈ દસાડીયા અને પાયલોટ મેહુલભાઈ રાઠોડ બનાવ સ્થળે દોડી ગયા હતા. જ્યાં બાળકીનો અધૂરા એટલે કે 8 માસે સુવાવડ થઈ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ ઉપરાંત બાળકી બોલતી કે હલનચલન પણ કરતી ન હતી. આથી 108ની ટીમ દ્વારા બાળકીના છાતી પર દબાણ કરી અને કૃત્રિમ શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરતા અંદાજે 10 થી 15 મિનિટ બાદ બાળકીમાં જીવ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ત્યારબાદ આ બાળકીને તેની માતા સાથે સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાંથી વધુ સારવાર માટે માત્ર બાળકીને જ અમદાવાદ લઈ જવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતુ. આમ 108ની ટીમ દ્વારા બાળકીને મોતના મુખમાંથી બચાવી નવજીવન આપ્યું હતું. પરિવાર પણ આ ઘટનાને ચમત્કાર ગણી રહ્યા છે અને તબીબોનો આભાર માની રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત