Homeગામનાં ચોરેયુક્રેનના ખારકીવમાં ગોળીબારમાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત

યુક્રેનના ખારકીવમાં ગોળીબારમાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત

Team Chabuk-National Desk: યુક્રેનના ખારકીવમાં આજ રોજ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાયલ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. મૃતક વિદ્યાર્થી કર્ણાટકના ચલાગેરીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક વિદ્યાર્થીનું નામ શેખરપ્પા જ્ઞાનગોદર નવીન છે. અને મૃતક વિદ્યાર્થીની ઉંમર 21 વર્ષની છે.

વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને યુક્રેનના ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીના મોતની જાણકારી આપી છે. સાથે જ વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીના મોત મામલે દુઃખ વ્યક્ત કર્યું છે અને વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં હોવાની જાણકારી આપી છે. યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું- અમે જણાવી રહ્યાં છીએ કે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો તે ખૂબ જ દુઃખદ છે. મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત કરી રહ્યું છે.

મહત્વનું છે કે, યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા આજે જ કોઈપણ સંજોગોમાં ભારતીયોને કિવ શહેર છોડી દેવા નિર્દેશ કર્યો છે. ભારતીય દૂતાવાસે આજે જ કિવ શહેર છોડી દેવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. સાથે જ કેન્દ્ર સરકારે પણ વાયુસેનાની મદદથી ભારતીયોને યુક્રેનથી પરત લાવવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments