Homeગુર્જર નગરીચોટીલામાં ચકચાર: ત્રણ પ્રોઢે સરકારી શાળાના બાથરૂમમાં માનસિક અસ્થિર યુવતીને બનાવી હવસનો...

ચોટીલામાં ચકચાર: ત્રણ પ્રોઢે સરકારી શાળાના બાથરૂમમાં માનસિક અસ્થિર યુવતીને બનાવી હવસનો શિકાર, યુવતી બની કુંવારી માતા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં માનસિક રીતે બીમાર એક યુવતી પર ત્રણ પ્રોઢે અવારનવાર દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષી હતી. આ યુવતી બે દિવસ પૂર્વે કુંવારી માતા બની છે. પોલીસે આ ત્રણે નરાધમ પ્રોઢને પકડી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળકના નામની પાછળ તેની માતાનું નામ લખવામાં આવ્યું હતું. બે દિવસ પૂર્વે જન્મેલા આ બાળકને શનિવારે રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર ચોટીલા જિલ્લામાં ચકચારી મચી જવા પામી છે.

આ સમગ્ર ઘટના અંગે યુવતીની નાનીએ પોલીસને જણાવ્યું હતું કે, બાળકની માતા 18 વર્ષની છે અને કુંવારી છે. આજથી આઠેક મહિના પૂર્વે ગામની સરકારી શાળાના બાથરૂમમાં લઈ જઈ આંબા, માધા અને કાનાએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી યુવતી કુંવારી માતા બની હતી.

ઘટના અંગે રાજકોટ પોલીસે ચોટીલા પોલીસને જાણ કરી હતી. ચોટીલા પોલીસ ગામમાં પ્રવેશી હતી અને ત્રણે નરાધમ પ્રોઢને પકડી પાડ્યા હતા. આ વિશે યુવતીની બહેને કહ્યું હતું કે, યુવતી માનસિક રીતે બીમાર છે. કુલ છ ભાંડેળામાં એ ચોથા નંબરની છે. ત્રણે આરોપીઓમાં કાનો અને માધો પ્રોઢ છે અને તેમના ઘરે પૌત્ર છે. આ ત્રણે શખ્સોએ યુવતીની બીમારીનો ગેરલાભ ઉઠાવી તેના પર અનેક વખત કુકર્મ આચર્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments