Homeગામનાં ચોરેતો મેટા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતની સેવાઓ બંધ કરી દેશે

તો મેટા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતની સેવાઓ બંધ કરી દેશે

Team Chabuk-International Desk: ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ફેસબુકનું નવું નામકરણ થતા હવે મેટા તરીકે ઓળખાય છે. કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગનું કહેવું હતું કે વિશ્વ તેમની કંપનીને ફક્ત ફેસબુક તરીકે નહીં પણ મેટાવર્સ તરીકે ઓળખે. જોકે ઝુકરબર્ગ માટે આ નવું નામકરણ પનોતી બની ચૂક્યું છે. એક બાદ એક મુસીબત ઝુકરબર્ગની પાછળ પડી ગઈ છે. હમણાં આવકમાં થયેલો ઘટાડો હોય કે પછી યુરોપિયન યુઝર્સના ડેટા શેરિંગની સમસ્યા હોય.

મેટાએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે જો અમને અન્ય દેશોની સાથે યુરોપિયન યુઝર્સનો ડેટા શેર કરવાની પરવાનગી નથી મળતી, તો તેને પોતાની સેવાઓ બંધ કરવી પડશે. મેટાએ કહ્યું કે યુઝર્સનો ડેટા શેર ન થવા પર તેમની સર્વિસ પર પ્રભાવ પડે છે. યૂઝર્સના ડેટાના આધાર પર જ કંપની યુઝર્સને જાહેરખબર આપે છે.

મેટાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે 2022ની નવી શરતોનો સ્વીકાર તો કરશે પણ જો ડેટા ટ્રાન્સફરની સુવિધા નથી મળતી તો તેને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતની પોતાની કેટલીય સેવાઓ બંધ કરવી પડશે. અત્યાર સુધી મેટા યૂરોપના યુઝર્સનો ડેટા અમેરિકાના સર્વર પર સ્ટોર કરી રહ્યું હતું, જોકે નવી શરતો પણ ડેટા શેરની મનાઈ ફરમાવવામાં આવી છે.

મેટાએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનને જણાવ્યું છે કે જો જલ્દી જ સર્વિસને લઈ નવી ફ્રેમ વર્ક તૈયાર કરવામાં ન આવી તો યુરોપના યુઝર્સ માટે તેની સેવાઓ બંધ કરવી પડશે. યુરોપિયન યુનિયનના કાયદા પ્રમાણે યુઝર્સનો ડેટા કોઈ પણ જગ્યાએ શેર ન થવો જોઈએ. મેટાની માગ છે કે આ ડેટા શેર કરવાની પરવાનગી આપવામાં આવે. ઝુકરબર્ગ ઈચ્છે છે કે યુરોપિયન દેશોનો ફેસબુક ડેટા પણ અમેરિકાના સર્વરમાં સ્ટોર થાય.

આ પૂર્વે પ્રાઈવસી શીલ્ડ કાયદા હેઠળ યુરોપીયન ડેટાને અમેરિકી સર્વર પર ટ્રાન્સફર કરવામાં આવતો હતો. જોકે આ કાયદાને જુલાઈ 2020માં યુરોપીય કોર્ટે ખત્મ કરી નાખ્યો. પ્રાઈવસી શીલ્ડ સિવાય યુરોપીય યુઝર્સનો ડેટા અમેરિકી સર્વર પર સ્ટોર કરવા માટે સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ચૂલ ક્લાઉસિસનો પણ ઉપયોગ કરી રહી છે. જોકે તેના પર પણ યુરોપ સહિત કેટલાય દેશમાં તપાસ ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments