Team Chabuk-Gujarat Desk: સર્વિસ પર અને એમાં પણ જો ડ્રાઈવર કે કન્ડક્ટર તરીકે સરકારી બસમાં સેવા આપતા હો તો નશાથી બિલકુલ દૂર રહેવું જોઈએ. પણ તેનાથી વિપરિત દિયોદર-જૂનાગઢ રૂટની બસમાં તો કન્ડક્ટર જ પીધેલા હતા. આ પીધેલ કન્ડક્ટરે તમામ મુસાફરો પાસેથી રૂપિયા તો ઉઘરાવ્યા હતા પણ કોઈને ટિકિટ નહોતી આપી.
ટિકિટ ન આપતા બસમાં ઉહાપોહ મચી ગયો હતો અને બસને બે કલાક સુધી મેક્સન પાસે અટકાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં બંને તરફથી ભોગ તો મુસાફરો જ બન્યા હતા. એક તો એમને બે કલાક સુધી અટકાવી બસની વ્યવસ્થા ન કરી દેવામાં આવી, બીજી બાજુ પીધેલ કન્ડક્ટરે ટિકિટ ન આપી.
સોમવારનો સમય હતો. બસ પોતાના સમય અનુસાર સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે આવી પહોંચી હતી અને ત્યાંથી જૂનાગઢ જવા માટે રવાના થઈ હતી. અડચણ ત્યાં ઊભી થઈ કે પીધેલી હાલતમાં રહેલા કન્ડક્ટરે મુસાફરો પાસેથી ટિકિટના પૈસા તો ઉઘરાવી લીધા પણ એમને ટિકિટ ન આપતા હોબાળો થયો હતો.
વિવાદ વધતા ડ્રાઈવરે બસને મેક્સન ફેક્ટરીની પાસે અટકાવી દીધી હતી. જ્યાં મુસાફરોએ પોતાની વ્યથા ડ્રાઈવરની સમક્ષ ઠાલવી હતી કે પૈસા લઈ લેવામાં આવ્યા છે પણ ટિકિટ આપવામાં નથી આવી. વિવાદ વકરતા સુરેન્દ્રનગર એસટી ડેપોના જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા, પણ મુસાફરોને તો બે કલાક રસ્તે જ રઝળવું પડ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત