Homeગુર્જર નગરીઊનાના બ્રેનડેડ યુવાનના અંગોથી ચાર લોકોને મળ્યું નવજીવન, હ્રદય 10 મિનિટમાં ખાનગી...

ઊનાના બ્રેનડેડ યુવાનના અંગોથી ચાર લોકોને મળ્યું નવજીવન, હ્રદય 10 મિનિટમાં ખાનગી હોસ્પિટલ પહોંચાડાયું

Team Chabuk-Gujarat Desk: ઊનાના એક પરિવાર અંગદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું છે. ઊના શહેરનો એક યુવાન અચાનક બ્રેનડેડ થઈ જતાં પરિવાર દ્વારા તુરંત નિર્ણય લઈને યુવાનના અંગોનું દાન કરવાનો સરાહનીય નિર્ણય લીધો હતો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવાનના કિડની, લિવર, સ્વાદુપિંડ અને હ્રદય જેવા અંગોનું દાન કરી ગ્રીન કોરિડોર રચીને ચાર લોકોને નવું જીવન આપ્યું છે.

ઊના શહેરમાં વેરાવળ રોડ પર આનંદવાડી નજીક રહેતા અને કલરકામનો વ્યવસાય કરતાંલ 41 વર્ષીય મુકેશ સોલંકી નામનો કોળી યુવાન અચાનક બ્રેનડેડ થઈ ગયો હતો. મુકેશ સોલંકીના પરિવારમાં પત્ની, એક પુત્રી અને એક પુત્ર અને બે ભાઈઓ છે. મુકેશ સોલંકીની તબિયત અચાનક બગડી જતાં સ્થાનિક ડોક્ટરે તેઓને મગજની બીમારી હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાનું કહ્યું હતું. તેથી મુકેશભાઈને તેમના પરિવારજનો વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સાત દિવસની સારવારના અંતે મુકેશભાઈને ડોક્ટરે બ્રેનડેડ જાહેર કર્યા હતા.

મુકેશભાઈને બ્રેનડેડ જાહેર કરાતાં તેમના મોટાભાઈ બાલાભાઈને મુકેશભાઈના અંગોનું દાન કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે પોતાના આ વિચારને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જન સમક્ષ રાખ્યો હતો. સર્જને તમામ પરિવારજનોની સહમતિ મેળવીને બ્રેનડેડ મુકેશભાઈના શરીરમાંથી હ્રદય કાઢી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. અને ત્યાંથી પોલીસની ગાડી દ્વારા એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરીને માત્ર 10 મિનિટમાં ખાનગી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આ હ્રદય મોરબીના 36 વર્ષના યુવાનના શરીરમાં ધબકતું કરવામાં આવ્યું હતું. મુકેશભાઈની બે કિડનીમાંથી એક કિડની અને એક સ્વાદુપિંડ 35 વર્ષના દર્દીને દાન કરવામાં આવ્યું છે અને બીજી કિડની અમદાવાદના એક 65 વર્ષના વૃદ્ધને તેમજ લિવર અમદાવાદની 40 વર્ષની એક યુવતીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આમ મુકેશભાઈના અંગો અલગ અલગ ચાર જિંદગી બચાવવામાં કામ લાગ્યા છે.

મુકેશભાઈ સોલંકીના મોટાભાઈએ જણાવ્યું હતું કે, મારાથી નાના મુકેશભાઈનો જીવ બચી શકે એમ નહોતો, આથી પરિવારની 4 વ્યક્તિએ 15 મિનિટમાં નિર્ણય લઇને તાત્કાલિક આ પ્રક્રિયા શરૂ કરી અને 5 અંગોનું દાન કરી બીજી વ્યક્તિઓને નવજીવન આપ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments