Team Chabuk-National Desk: રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાંદ્રા ગામની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. અહીં એક દિવસ પહેલા રસ્તાનું નિર્માણ થયું છે પણ રસ્તાની વચ્ચે લાગેલા થાંભલાને હટાવવાની દરકાર કોઈએ લીધી નહોતી. જેથી રસ્તાની વચ્ચે થાંભલો હાલ ડિવાઈડરની ભૂમિકામાં આવી ગયો છે. જવાબદાર વ્યક્તિને રસ્તાનું નિર્માણ કરવાની અને વિકાસ દર્શાવવાની એટલી ઉતાવળ હતી કે હવે સમસ્યા એ થઈ ગઈ છે કે મહાકાય વાહન આ રસ્તા પરથી કેવી રીતે પસાર થાય? ડાબી અને જમણી બાજુની જગ્યા ઓછી છે અને તેનું કારણ થાંભલો છે.
આ ગામમાં 4 ગ્રેવલ માર્ગ કેટલાય વર્ષો પૂર્વે બન્યા હતા. તેના પર બે દિવસ પહેલા નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું. ગામના સરપંચ તરફથી વિદ્યુત વિભાગને જાણકારી આપવામાં આવી કે નવો રસ્તો નિર્માણ પામી રહ્યો છે. જેથી વીજળીના પોલને હટાવી અન્ય જગ્યાએ સ્થાપના કરી નાખો. પરંતુ વિદ્યુત વિભાગના પેટનું પાણી નહોતું હલ્યું. એ આવ્યા જ નહીં. સરપંચની અરજી પર વીજળી વિભાગની તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તેના પર રસ્તો બનાવનારાઓએ તાત્કાલિક કામની શરુઆત કરી અને જોતજોતામાં થાંભલો હટાવ્યા વગર જ રસ્તાનું નિર્માણ કરાવી નાખ્યું.
આ જાણકારી સામે આવતા મીડિયા ગામની મુલાકાત લેવા માટે પહોંચ્યું હતું. અહીંના રહેવાસી એક વ્યક્તિએ વિદ્યુત વિભાગને રસ્તો બનતો હોય થાંભલો વહેલી તકે હટાવી લો તેવી જાણકારી આપી હતી. કોઈ કાર્યવાહી તો ન થઈ પણ પીડબલ્યુડી શાખાએ રસ્તાનું નિર્માણકાર્ય કરાવી નાખ્યું. હવે કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી પસાર થતાં લોકો માટે આ થાંભલો મોતનો થાંભલો પણ સાબિત થઈ શકે છે. વાહન લઈ રસ્તામાંથી પસાર થનારા સીધી ગાડી નહીં કાઢી શકે. તેમને બંનેમાંથી કોઈ એક જગ્યા પસંદ કરવી પડશે અને એ જગ્યા ખૂબ ઓછી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
