Team Chabuk-Gujarat Desk: વધી રહેલા કોરોનાના કેસના કારણે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉનનો આદેશ આપી દેવામાં આવ્યો છે. એટલે શનિવાર, રવિવાર અને સોમવારના રોજ ધ્રાંગધ્રા સંપૂર્ણ બંધ રહેશે જ્યારે અન્ય ચાર દિવસો દરમિયાન બે વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
ધ્રાંગધ્રા સેવાસદન ખાતે ડેપ્યુટી કલેક્ટર ભાવેશભાઈ દવેની અધ્યક્ષતામાં તમામ દુકાનો ત્રણ દિવસ સજ્જડ બંધ રહેશે અને અન્ય ચાર દિવસોમાં સાવરમાં આઠથી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણય પર મહોર લાગી ગઈ છે.
કોરોના સંક્રમણને નાથવા માટે અને આ સમગ્ર પ્રક્રિયાની અમલવારી કરવા માટે ડેપ્યુટી કલેક્ટર ભાવેશભાઈ દવે, ડીવાયએસપી રાજેન્દ્રભાઈ દેવધા, પી.આઈ. દેસાઈ, પાલિકા પ્રમુખ કલ્પનાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ, ચીફ ઓફીસર રાજુભાઈ સહિતના વેપારી અને આગેવાનો હાજર રહ્યાં હતાં. અગ્રણીઓ દ્વારા ત્રણ સંપૂર્ણ દિવસ માટે ધંધા બંધ રાખી કોરોના સંક્રમણને નાથવાની દિશામાં પગલું ભર્યું હતું.
શાકભાજી વિક્રેતાઓએ નવ વાગ્યા સુધીમાં જીન કમ્પાઉન્ડમાં પહોંચી જવાનું રહેશે અને સોસાયટીમાં તે ઘુમી નહીં શકે. આ સિવાય 31મી તારીખ સુધી ચાની લારીઓ, પાનના ગલ્લા, ખાણી પીણીની લારીઓ પણ આજથી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉપરથી કોઈ પણ તહેવાર આવે તેની ઘરમાં જ ઉજવણી કરવી, નહીં કે જાહેરમાં એ અંગે પણ કહેવામાં આવ્યું છે.
ખાસ કરીને ધ્રાંગધ્રાની જનતાને અગવડ ન પડે અને રાહતનો શ્વાસ લે આ માટે અન્ય ચાર દિવસ અડધો ટક માટે ધંધા ખુલ્લા રહેશે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, દૂધ, છાસના વેચાણવાળા અને મેડિકલ સ્ટોર્સની દુકાનને જાહેરનામું લાગું નહીં પડે, જોકે અન્ય લોકો જો જાહેરનામાનો ભંગ કરશે તો ગુમાસ્તાધારા લાયસન્સ ત્રણ દિવસ માટે રદ્દ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શહેર સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારો અગાઉની કોરોનાની લહેરમાં ઝપેટમાં નહોતા આવ્યા. કોઈ મોટી તારાજી સર્જાઈ નહોતી. જોકે કોરોનાની બીજી લહેરે આ વિસ્તારોને પણ બાનમાં લઈ લીધા છે. કૂદકે ને ભૂસકે વધી રહેલા કેસના સંક્રમણને રોકવા માટે હવે મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવામાં આવે, જરૂર હોય ત્યારે જ ઘરની બહાર નીકળવામાં આવે અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું શિસ્તબદ્ધ પાલન કરવામાં આવે તે જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત