Team Chabuk- National-Desk: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ આવ્યા છે. યુપીમાં અખિલેશ યાદવ બાદ આ બીજા મોટા નેતા છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની ખબર આવી છે. આ અંગેની મુખ્યમંત્રીએ ટ્વીટ કરી જનતાને જાણકારી આપી હતી. તેઓ પોતે હાલ સેલ્ફ આઈસોલેશનમાં છે. યોગી આદિત્યનાથે લખ્યું કે શરૂઆતમાં કોરોનાના લક્ષણ દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સેલ્ફ આઈસોલેશન છું અને ડોક્ટરોના પરામર્શનું પૂર્ણત: પાલન કરી રહ્યો છું.
शुरुआती लक्षण दिखने पर मैंने कोविड की जांच कराई और मेरी रिपोर्ट पॉजिटिव आई है।
— Yogi Adityanath (@myogiadityanath) April 14, 2021
मैं सेल्फ आइसोलेशन में हूं और चिकित्सकों के परामर्श का पूर्णतः पालन कर रहा हूं। सभी कार्य वर्चुअली संपादित कर रहा हूं।
વધુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ લખ્યું કે તમામ કાર્ય વર્ચ્યુઅલી સંપાદિત કરી રહ્યો છું. પ્રદેશ કાર્યાલયની તમામ ગતિવિધિઓ સામાન્ય રૂપથી સંચાલિત થઈ રહી છે. આ વચ્ચે જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા હોય એ તપાસ ચોક્કસથી કરી લે અને તબિયતનું ખાસ ધ્યાન રાખે.
આ પહેલા 8 એપ્રિલના રોજ કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ટકોર કરતાં યોગી આદિત્યનાથ પર લાપરવાહીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા છે અને છતાં તેઓ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. પ્રિયંકાએ આ વાત પોતાના ટ્વીટર પર પણ મૂકી હતી અને યોગી પર નિશાન સાધ્યું હતું. આજે પ્રિયંકા ગાંધી સાચા પૂરવાર થઈ રહ્યા છે. યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ આવ્યા છે.
.. जिनका कार्य जवाबदेही और पारदर्शिता का है वो खुद गैरज़िम्मेदार साबित हो रहे हैं। संकट के समय नेताओं को सत्यता और सही आचरण का उदाहरण पेश करना चाहिए ताकि लोग उन पर भरोसा कर सकें। 2/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 8, 2021
એ ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે, મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોવિડ+ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે. તેમનું કાર્યાલય કોવિડથી થનારી મોતના ખોટા આંકડા દઈ રહ્યું છે. ખબરો અનુસાર લખનઉના હોસ્પિટલો અને સ્મશાનગૃહોમાં લાંબી વેઈટિંગ છે. લોકોમાં ભય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જેમનું કામ જવાબદારીનું અને પારદર્શિતાનું છે, એ પોતે ગેરજવાબદાર સાબિત થઈ રહ્યા છે. સંકટના સમયે નેતાઓએ સત્યતા અને સાચા આચરણનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ. જેથી લોકો તેના પર ભરોસો કરી શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત