Homeગામનાં ચોરે‘ભાજપની વેક્સિન નહીં લગાવું’ એવું કહેનારા અખિલેશ યાદવ કોરોના સંક્રમિત

‘ભાજપની વેક્સિન નહીં લગાવું’ એવું કહેનારા અખિલેશ યાદવ કોરોના સંક્રમિત

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયા છે. અખિલેશ યાદવે પોતાના ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી છે. કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ અખિલેશ યાદવ હાલ આઈસોલેટ થઈ ગયા છે.

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાની માહિતી આજે 10 વાગ્યાની આસપાસ પોતાના ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી આપી છે. અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું કે, ‘અત્યારે જ મારો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું જાતે બીજાથી અલગ થઈ ગયો છું અને ઘરે જ ઉપચાર શરૂ કરી દીધો છે. છેલ્લા કેટલાક દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓને નમ્ર વિનંતી છે કે તેઓ પર તપાસ કરાવી લે. સૌને થોડા દિવસ આઈસોલેશનમાં રહેવા પણ વિનંતી કરું છું.’

તાજેતરમાં જ અખિલેશ યાદવે ઉત્તરાખંડના હરિદ્વારમાં ચાલી રહેલા કુંભના મેળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ પોતાના સમર્થકો અને ઘણા સાધુ-સંતો સાથે મુલાકાત કરી હતી. હરિદ્વારની આ મુલાકાત દરમિયાન પણ અખિલેશ યાદવ બેપરવાહ જોવા મળ્યા હતા. અખિલેશ યાદવે હરિદ્વારમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિ મહારાજ સાથે મુલાકાત કરી હતી, આ દરમિયાન ખુદ નરેન્દ્રગિરિ મહારાજ કોરોના પોઝિટિવ હતા. ત્યારે હવે બે દિવસ બાદ અખિલેશ યાદવ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. એવી પણ વાત સામે આવી હતી કે અખિલેશ યાદવ નરેન્દ્રગિરિ મહારાજને સવારે મળ્યા હતા અને નરેન્દ્રગિરિ મહારાજનો રિપોર્ટ સાંજે પોઝિટિવ આવ્યો હતો.

ભાજપની વેક્સિન નહી લઉઃ અખિલેશ

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સ્વદેશી વેક્સિન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ભારતમાં બનેલી વેક્સિનને તેઓએ ભાજપની વેક્સિન કહી દીધી હતી અને કહ્યું હતું કે હું ભાજપની વેક્સિન નહીં લગાવું. અખિલેશ યાદવે 2 જાન્યુઆરીના રોજ આ નિવેદન આપ્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, અમને વૈજ્ઞાનિકો ઉપર સંપૂર્ણ ભરોસો છે. પણ ભાજપના તાળી-થાળીવાળા અવૈજ્ઞાનિક વિચાર અને ભાજપ સરકારની વેક્સિન લગાવવાની આરોગ્ય વ્યવસ્થા ઉપર ભરોસો નથી, જે કોરોનાકાળમાં ઠપ્પ થઈ ગઈ હતી. અમે ભાજપની રાજનીતિક વેક્સિન નહીં લગાવીએ. સપાની સરકાર મફતમાં વેક્સિન લગાવશે.

ગઈકાલે એટલે કે મંગળવારે ઉત્તર પ્રદેશમાં એક દિવસમાં 18,021 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 85 લોકોના કોરોનાથી મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 7,23,582 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 95,980 લોકો સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 9,309 લોકોના કોરોનાથી મોત થયા છે. યુપીની રાજધાની લખનઉમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. ગઈકાલે લખનઉમાં એક દિવસમાં 5000થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. લખનઉમાં હોસ્પિટલમાં બેડ ખાલી નથી. સ્મશાન ગૃહોમાં પણ અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments