Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાનો કોરોના આંક પણ ભયાનકતાની હદ વટાવી રહ્યો છે. શહેરના ધ્રાંગધ્રામાં તાલુકામાં 14, સુરેન્દ્રનગર શહેરમાં 11 ને લીંબડી તાલુકામાં 6 લોકોનાં મોત થયા છે. આ સાથે જિલ્લામાં કુલ 31નાં મોત થયા છે, પણ આ તમામ મોતની વચ્ચે એક લાશે ડેપ્યુટી કલેક્ટર સહિતના કાફલાને દોડતા કરી દીધા હતા. શહેરમાં કોરોનાની સ્પીડે આ સમાચાર વાઈરલ બન્યા હતા.
લીંબડીમાં કોરોનાના કારણે રોજના આઠથી દસ લોકોનાં મોત થાય છે. મોત પામનારા એ તમામ દર્દીઓના અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ઘટના કંઈક એવી છે કે સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કાઠે સ્મશાનમાં એક કોરોના દર્દીની લાશ સળગાવવામાં આવી હતી.
લાશ અધકચરી જ સળગતા, તેની દુર્ગંધ આસપાસના વિસ્તારોમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. અસહ્ય દુર્ગંધનાં કારણે હચમચી જતાં આખરે દલિત સમાજના આગેવાનોએ કોરોનાના દર્દીઓની સ્મશાનમાં કરાતી અંતિમવિધિ બંધ કરાવી હતી.
આ માટે દલિત સમાજના આગેવાન મકવાણા દીપકભાઈ અને મકવાણા ઉમેશભાઈએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કોરોનાના મૃતદેહોની અંતિમવિધિ બંધ કરાવી હતી. જોકે બાદમાં આ સમસ્યા વકરતી જોતા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસની ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
ડેપ્યુટી કલેક્ટર હર્ષવર્ધન સોલંકીએ આ સમગ્ર ઘટનામાં રહેલી ગેરસમજણને દૂર કરી હતી, જેથી મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે આવનારા લોકોના શ્વાસમાં શ્વાસ આવ્યો હતો. થોડા સમય ચાલેલી અફરા તફરી બાદ તંત્રએ પણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ જડતા રાહતનો શ્વાસ લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત