Homeગુર્જર નગરીએક તો સુરેન્દ્રનગર માથે કોરોનાનો કહેર એમાં ‘મુન્નાભાઈ’ પકડાયા…

એક તો સુરેન્દ્રનગર માથે કોરોનાનો કહેર એમાં ‘મુન્નાભાઈ’ પકડાયા…

Team Chabuk-Gujarat Desk: એક તો મહામારીમાં ડોક્ટરો પોતાનો જીવ જોખમમાં નાખી ખરા કોરોના વોરિયર બની લડી રહ્યા છે ત્યારે તેની સામે નકલી ડોક્ટરો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના પાટડીના વડગામમાંથી આ ચબરાક મુન્નાભાઈની ધરપકડ કરવામાં આવી છે. જે છેલ્લા દોઢ વર્ષથી લોકોના આરોગ્યની સાથે ચેડા કરતો હતો.

દોઢ વર્ષથી ગ્રામજનોને આ ખોટી મધમાખીની ખબર પણ નહોતી રહી. આ ઘટનાની માહિતી મળતા એસ.ઓજી.એ રૂપિયા દસ હજારના મુદ્દામાલ સાથે તેને પકડી પાડ્યો હતો અને ઉઘાડો પણ પાડ્યો હતો. હાલ દસાડા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે.

જ્યારે જ્યારે ડિગ્રીધારી ડોક્ટરો ગ્રામીણ ક્ષેત્રમાં ફરજ બજાવવા માટે નથી જતા ત્યારે ત્યારે નકલી ડોક્ટરો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે. ગ્રામીણ વિસ્તાર તેનો મુખ્ય ટાર્ગેટ હોય છે કારણ કે ગામડાના લોકો ગામમાં જ ડોક્ટર હોય તો શહેરમાં પ્રદક્ષિણા કરવાની મળાગાંઠમાં પડતા નથી. એ ગામના જ ડોક્ટર પાસેથી સારવાર લઈ લે છે. લોકોની આવી જ મજબૂરીનો લાભ આ મુન્નાભાઈ એમ.બી.બી.એસ ઉઠાવતો હતો.

આ અંગેની માહિતી જ્યારે એસ.ઓ.જીને પ્રાપ્ત થઈ ત્યારે વર્ગ બેનાં મેડિકલ ઓફિસર હાર્દિકભાઈ ચૌહાણની સાથે મુન્નાભાઈના દવાખાને રેડ પાડી હતી. આ રેડમાં નિશાર અહેમદની પોલીસે અટકાયત કરી હતી. તેની પાસે કોઈ પણ પ્રકારના તબીબ તરીકેના સર્ટિફિકેટ ન હતા. એટલે કે ડિગ્રી વિનાનો ડોક્ટર સારવાર કરી રહ્યો હતો. બાદમાં તેની પાસેથી દવાઓ અને બાટલા સહિતનો કુલ 10,570 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી દસાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ હાલ આગળની તપાસ હાથ ધરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments