Homeગામનાં ચોરેકેરળ વિધાનસભા ચૂંટણીની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર અનન્યા કુમારી એલેક્સનો લટકતી હાલતમાં મૃતદેહ...

કેરળ વિધાનસભા ચૂંટણીની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર અનન્યા કુમારી એલેક્સનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો

Team Chabuk-National Desk: હાલમાં જ સંપન્ન થયેલી કેરળ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર (First Transgender Candidate) રહી ચુકેલી અને રાજ્યની પ્રથમ ટ્રાન્સજેન્ડર રેડિયો જોકી (First Transgender Radio Jockey) અનન્યા કુમારી એલેક્સ પોતાના ઘરમાં જ મૃત હાલતમાં મળી છે. અનન્યા કુમારી એલેક્સ (Anannyah Kumari Alex)નો મૃતદેહ કેરળના કોચિ સ્થિત તેના ફ્લેટમાં લટકતી હાલતમાં મળ્યો છે. કેરળની પ્રથમ ટ્રાન્સજેન્ડર રેડિયો જોકીના આપઘાતની જાણકારી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી દીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, અનન્યા કુમારી એલેક્સ (Anannyah Kumari Alex) સેક્સ રિઅસાઈનમેન્ટ સર્જરી પછી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડી રહી હતી. અનન્યા કુમારીની વર્ષ 2020માં કોચિની એક ખાનગી હોસ્પિટલમાં વેજિનોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે એક વર્ષ પછી પણ તે ખૂબ જ પરેશાન હતી અને વધુ સમય સુધી ઉભી રહી શકતી નહતી. અનન્યા કુમારીનું કહેવું હતું કે, તે શારીરિક પરેશાનીના કારણે કામ પણ નથી કરી શકતી. તેણે એ પણ જણાવ્યું હતું કે, સર્જરી દરમિયાન થયેલી ભૂલના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ તમામ વાતોના ખુલાસા તેણે અગાઉ કરી દીધા હતા અને અચાનક આમ તે મૃત હાલતમાં મળતા અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. અનન્યા કુમારી એલેક્સનો મૃતદેહ અર્નાકુલમ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે કે, પોતાની શારીરિક સમસ્યાઓના લીધે તેને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી દીધી છે. અનન્યા કુમારી એલેક્સ મૂળ કોલ્લમ પેરુમનની રહેવાસી છે.

આ વર્ષે જ તે કેરળ વિધાનસભાની ચૂંટણી લડી હતી. કેરળમાં ટ્રાન્સજેન્ડર સમુદાયમાંથી વિધાનસભા ચૂંટણી લડનારી તે પ્રથમ ટ્રાન્સજેન્ડર હતી. તેણે મલપ્પુરમ જિલ્લાની વેંગારા વિધાનસભા બેઠક પરથી ડેમોક્રેટિક સોશિયલ જસ્ટિસ પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે પ્રચાર શરૂ કર્યો હતો. બાદમાં પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓની ધમકીઓ અને હેરાનગતિ બાદ તે અધવચ્ચે ચૂંટણીમાંથી ખસી ગઈ હતી. અનન્યા કુમારી એલેક્સ કેરળની પ્રથમ ટ્રાન્સજેન્ડર રેડિયો જોકી પણ હતી.

અનન્યા કુમારી એલેક્સનો મૃતદેહ તેના જ ફ્લેટમાં લટકતી હાલતમાં જોવા મળ્યો છે. અનન્યા કુમારી એલેક્સે ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. અનન્યાના મિત્રોએ કેરળના મુખ્યમંત્રી સમક્ષ મોત અંગેની તપાસ કરવા માંગ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments