Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરમાં રાતના 8 પછી ‘મારા સિવાય કોણ બહાર નીકળ્યું’ એ જોવા નીકળનારાઓનો...

સુરેન્દ્રનગરમાં રાતના 8 પછી ‘મારા સિવાય કોણ બહાર નીકળ્યું’ એ જોવા નીકળનારાઓનો કુલ દંડનો આંકડો તો જોઈ લો…

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર શહેરમાં કર્ફ્યૂ ભંગ કરનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે છે, એ વાતની તો તમને જાણ જ હશે, પણ પોલીસે કર્ફ્યૂનો ભંગ કર્યો તેની પાસેથી કેટલા રૂપિયા વસૂલ કર્યા એ નહીં જાણતા હો. સુરેન્દ્રનગરનો પણ એ જિલ્લાઓમાં જ સમાવેશ થાય છે જ્યાં રાતના આઠ વાગ્યા પછી સૂમસામ શાંતિ છવાઈ જવી જોઈએ. અર્થાત્ કોરોના છે ઘરની બહાર નીકળવાનું નહિ. નીકળશો તો દંડ થશે. અને કર્ફ્યૂનો ભંગ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 9.34 લાખનો અધધ દંડ વસૂલ કર્યો છે.

સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી દ્વારા પણ અને સ્થાનિક તંત્ર દ્વારા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે કે આઠ પછી બંધ એટલે બંધ. આમ છતાં કેટલીક જગ્યાઓએ દુકાનો ખુલ્લી હોય છે. ક્યાંક માસ્ક વગરના લોકો ભાટકતા હોય છે. ક્યાંક માસ્કને ગળાનો હાર બનાવી ઘુમતા હોય છે. આઠ વાગ્યા બાદ મારા સિવાય બહાર કોણ રખડી રહ્યા છે? આવી કારણ વિનાની લટાર મારનારાઓને 9.34 લાખનો ચાંદલો લખાવવો પડ્યો છે.

પોલીસ વડા મહેન્દ્રભાઈ બગડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એચ.પી.દોષી સાહેબની ટીમે વિવિધ જગ્યાઓએ રાતના આઠ વાગ્યા બાદ પેટ્રોલિંગ કર્યું હતું. એ પછી તેમની નજરમાં જે આવ્યું, એ આંકડાઓ ચાબુકે નીચે કોષ્ટકમાં મૂક્યા છે.

જાહેરનામા ભંગના317 કેસ
વાહન ડિટેઈન 162 કેસ
માસ્ક વગરના 934 કેસ

પોલીસની કામગીરી વધી

આવું જ ચૂડામાં છે. અહીંના પોલીસ તંત્ર માટે તો જનતા જ માથનો દુખાવો બની છે. વેપારીઓ અડધો ટક બંધ રાખી રહ્યા છે જેથી કોરોનાના દૈત્યનો અંત થાય. કેટલાક લોકો ઘરમાં પૂરાઈ રહે છે જેથી કોરોના વાયુવેગે ફેલાઈ ન જાય પણ આ વચ્ચે કેટલાક એવા લોકો પણ છે કે જેમને પોલીસે દંડ કરીને બાનમાં રાખવા પડે છે. જ્યાં જાય ત્યાં ટોળું બનીને ઊભા હોય છે. માસ્કનાં કંઈ ઠામ ઠેકાણા નથી હોતા. પોલીસ વિવિધ વિસ્તારોમાં ઘુમી આવા લોકોને દંડ ફટકારી રહી છે અને કોરોના પ્રત્યે જાગૃતિ પણ લાવી રહી છે.

આ આંકડાથી કોરોનાને સમજો

સુરેન્દ્રનગરવાસીઓ રોજના સમાચારમાં આવતા કોરોનાના મૃત્યુઆંકને મહેરબાની કરી ગંભીરતાથી લો. સુરેન્દ્રનગર અને તેની આપસાપાસના તાલુકાઓમાં કોરોના ભયજનક સપાટી વટાવી રહ્યો છે. રોજ કેસ તો વધારે જ આવી રહ્યા છે પણ સાથે સાથે મોતનો આંકડો પણ ચિંતાજનક છે. ગઈકાલના આંકડા કહી દઈએ, તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે ધ્રાંગધ્રામાં 10, સુરેન્દ્રનગરમાં 6 અને લીંબડીમાં 6 લોકોના મોત નિપજ્યા છે. આશા રાખીએ કે શહેરીજનોમાં રિકવરિ રેટ વધે. બધા મળીને કોરોનાસૂરને હરાવે. સૌ સ્વસ્થ રહે અને મસ્ત રહે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments