Homeદે ઘુમા કેમુંબઈનું પ્લેઓફમાં પહોંચવું આ ભવમાં તો અશક્ય છે, SRH ટોસ જીતે એટલે...

મુંબઈનું પ્લેઓફમાં પહોંચવું આ ભવમાં તો અશક્ય છે, SRH ટોસ જીતે એટલે MI આઉટ એમ પણ બને!

Team Chabuk-Sports-Desk: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. હવે બાકી રહે છે મુંબઈ, જેને આ ટીમને બહાર કરવાની છે, પણ એ આ ભવમાં તો અશક્ય લાગી રહ્યું છે. કેકેઆરની ટીમને પ્લેઓફમાંથી ખદેડવા માટે મુંબઈએ એવું કરવું પડશે જે થઈ શકે તેમ નથી. મુંબઈ માટે આટલી મોટી અડચણ કોલકતાએ ઊભી કરી છે. પહેલાથી તેની નેટ રન રેટ પ્લસમાં ચાલી રહી હતી. એમાં પણ રાજસ્થાન રોયલ્સની સામે ધમાકેદાર વિજય પ્રાપ્ત કરી મુંબઈ ઈન્ડિયન્સને બહાર ખદેડી જ દીધું એમ માની લો!

આઈપીએલ 2021ની 54મી મેચમાં કોલકાતાએ રાજસ્થાન રોયલ્સને 86 રનથી પરાજય આપ્યો હતો. KKRના 14 મેચમાં 14 પોંઈન્ટ્સ છે અને નેટ રનરેટ +0.587 છે. જો મુંબઈ ઈન્ડિયન્સને પ્લે ઓફમાં સ્થાન મેળવવું છે તો તેણે હૈદરાબાદની વિરૂદ્ધ 171 રનથી જીત પ્રાપ્ત કરવી પડશે અને જો સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી તો મુંબઈ પ્લેઓફની બહાર થઈ જશે. મુંબઈના આ સંઘર્ષનું એક માત્ર કારણ કોલકાતા અને રાજસ્થાન વચ્ચે થયેલી મેચ છે.

ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પહેલા બેટીંગ પસંદ કરી હતી. કોલકતા નાઈટ રાઈડર્સને તેનો ફાયદો થયો હતો અને જબરદસ્ત સ્ટાર્ટ થયું હતું. વેંકટેશ અય્યર અને શુભમન ગિલે શારજહાની ધીમી પીચ પર પ્રથમ વિકેટ માટે 79 રન જોડી દીધા હતા. ઐય્યરે 38 અને શુભમન ગિલે 56 રનની ઇનિંગ રમી હતી. રાહુલ ત્રિપાઠીએ 21 રનનું યોગદાન આપ્યું હતું. કોલકતાએ રાજસ્થાનની સામે વીસ ઓવરમાં 172 રનનું લક્ષ્ય રાખ્યું હતું. જવાબમાં રાજસ્થાનની ટીમ 85 રનમાં ખખડી ગઈ હતી. રાહુલ તેવતિયાએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા.

કોલકાતાની જીતનો સૌથી મોટો હીરો બોલર શિવમ માવી રહ્યો હતો. તેણે 21 બોલમાં ચાર વિકેટ લીધી હતી. શિવમે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને એક રન પર આઉટ કર્યો. આ સિવાય ગ્લેન ફિલિપ્સ, શિવમ દુબે અને ક્રિઝ પર ટકેલા રાહુલ તેવતિયાને બોલ્ડ કર્યો હતો. મેન ઓફ ધ મેચ પણ તે જ બન્યો. ન્યૂઝીલેન્ડની ટીમના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને ચાર ઓવરમાં 18 રન આપી રાજસ્થાનની ત્રણ વિકેટ ખેરવી નાખી હતી. ફર્ગ્યુસને લિયમ લિવિંગ્સટનને છ રન પર આઉટ કર્યો. આઈપીએલની બીજી મેચ રમી રહેલા અનુજ રાવતને એલબીડબલ્યુ કર્યો. જયદેવ ઉનડકટ લોકી ફર્ગ્યુસન ત્રીજી વખત શિકાર બન્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments