Team Chabuk-Gujarat Desk: વાલીઓને કોરોનાકાળમાં લોકડાઉન ખૂલ્યા બાદ એક ચિંતા પ્રવર્તી રહી હતી કે બાળકોને શાળાએ મોકલશું અને ક્યાંક તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા તો? બાળકોની પૂરતી દેખરેખ રાખવામાં આવશે તેવું આશ્વાસન સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવે છે. હવે વલસાડમાં એક તાજો નમૂનો સામે આવ્યો છે. અહીં એક શિક્ષિકા કોરોના સંક્રમિત થતા સ્કૂલ બંધ કરી દેવાની નોબત આવી હતી. સ્કૂલમાં હાલ એક અઠવાડિયાની રજા પાડી દેવામાં આવી છે.
આ ઘટના બની છે વલસાડની અંગ્રેજી માધ્યમની શાળામાં જ્યાં એક પ્રાથમિક વિભાગની શિક્ષિકા કોરોના સંક્રમિત થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ શાળાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ કે આરોગ્ય વિભાગને આ અંગેની જાણકારી જ નથી આપી. આરોગ્ય વિભાગને આ ઘટનાની જાણ થતા તેમણે હવે કમરકસી છે. શિક્ષકોના પ્રવાસની હિસ્ટ્રી ચેક કરવામાં આવશે, કોરોના ટેસ્ટ પણ થઈ ચૂક્યા છે, જે શિક્ષકમાં લક્ષણ દેખાશે તેને ક્વોરન્ટાઈનમાં જવું પડશે.
વલસાડની ધરમપુર રોડ પર આવેલી અંગ્રેજી માધ્યમની કોન્વેન્ટ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતી એક શિક્ષિકાને થોડા સમયથી શરદી અને તાવ સહિતના લક્ષણો હતા. ટેસ્ટ કરાવતા શિક્ષિકા કોરોના પોઝિટિવ આવી હતી. શિક્ષિકાને આઈસોલેટ કરવામાં આવી હતી. બીજી બાજુ જિલ્લા શિક્ષણ વિભાગ કે આરોગ્ય વિભાગને જાણ પણ નહોતી કરવામાં આવી. પોઝિટિવ શિક્ષિકાના કારણે ધોરણ 6થી 8ના બાળકોને રજા આપી દેવામાં આવી હતી.
હવે આ સમગ્ર ઘટના અંગે આરોગ્ય વિભાગ અને શિક્ષણ અધિકારીઓએ પણ તપાસનો ધમધમાટ ચલાવ્યો છે, કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારી વારંવાર ફોન કરતા હતા પણ આચાર્ય શ્રી ફોન ઉઠાવતા નહોતા. આખરે તેમને પણ શાળાના ક્લાર્ક મારફતે પ્રાથમિક વિભાગના શિક્ષિકા સંક્રમિત આવ્યા હોવાની જાણ થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત