Homeગુર્જર નગરીવલસાડમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો ચોંકાવનારો, ધારાસભ્યો, સાંસદનું સરકારમાં કાંઈ આવતું...

વલસાડમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો ચોંકાવનારો, ધારાસભ્યો, સાંસદનું સરકારમાં કાંઈ આવતું ન હોવાનો પ્રજામાં ગણગણાટ

Team Chasbuk-Gujarat Desk: કોરોનાના કારણે વલસાડમાં ધડાધડ લોકો મોતને ભેટી રહ્યા છે. બુધવારના રોજ વધારે 26 લોકોના મોત થતાં વલસાડમાં કુલ 130 લોકોનાં મોત થયા હતા. મોટાભાગના દર્દીઓ એવા છે જેમને ફેંફસામાં ઈન્ફેક્શન લાગી ગયું છે. તેમનો જીવ બચાવવા માટે રેડમેસિવિરની જરૂર હોય છે, પણ તેની વલસાડની હોસ્પિટલોમાં અછત વર્તાય રહી છે. આ મુદ્દે હવે પ્રજા રોષમાં છે. ગણગણાટ થવા લાગ્યો છે કે મંત્રી પાટકર, ધારાસભ્ય અને સાંસદનું તો સરકારમાં કાંઈ આવતું નથી.

જિલ્લાના તબીબી સૂત્ર જણાવી રહ્યા છે કે હોમ ક્વોરન્ટાઈન થયા બાદ કોરોનાના દર્દીઓનું પાંચથી છ દિવસમાં ઓક્સિજન લેવલ ઘટી જાય છે. આવા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા પડે છે અને તેમના માટે રેડમેસિવિર ઈન્જેક્શન ફરજીયાત છે. પણ આંખ ઉઘાડતી વાત એ છે કે રોજના 150 ઈન્જેક્શન જ મળી રહ્યા છે જ્યારે તેની સામે દર્દીઓની સંખ્યા રોજની 600 જેટલી આવે છે.

વલસાડ રાજકીય દૃષ્ટીએ પણ એક લેવલ ધરાવતો જિલ્લો છે. વલસાડના સાંસદ કે.સી.પટેલ, વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકર, પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના જીતુ ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ આજે જિલ્લામાં કશ્મકશની સ્થિતિ સર્જાઈ હોવા છતાં તેઓ કાંઈ કરતા નથીનો પ્રજામાં ગણગણાટ શરૂ થવા લાગ્યો છે.

કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વલસાડમાં હવે અનાજ અને કરિયાણાની દુકાનો બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બુધવારના રોજ વેપારીઓના પ્રમુખ સમીરભાઈ મપારાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સર્વસંમતિ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિણામે આ મહિનાની 16 તારીખથી 24મી તારીખ સુધી સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધી જ હોલસેલ અને રિટેલના વેપારીઓની દુકાન ખુલ્લી રહેશે. આ સિવાય રવિવારના રોજ સંપૂર્ણ બંધ રહેશે તેવું પણ કહ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments