Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: 22 વર્ષથી લૂંટના ગુનામાં ફરાર આરોપી આ રીતે આવ્યો પોલીસ સકંજામાં

સુરેન્દ્રનગર: 22 વર્ષથી લૂંટના ગુનામાં ફરાર આરોપી આ રીતે આવ્યો પોલીસ સકંજામાં

Team Chabuk-Gujarat Desk: હોલિવુડ ફિલ્મ કેચ મી ઈફ યુ કેનની માફક કેટલાક ગુનેગારો પોતાની શાતિર બુદ્ધિ વાપરી પોલીસની ચુંગાલમાંથી છટકતા રહેતા હોય છે. આવી જ એક વાર્તા સુરેન્દ્રનગરના આરોપીની છે. અલબત્ત આ કોઈ વાર્તા નહીં પરંતુ સત્ય ઘટના છે. આરોપી 22 વર્ષથી એક ગુનામાં ફરાર હતો અને હવે જબ્બે થયો છે. આ આરોપીએ ગુનો શું કર્યો હતો ? પેટ્રોલ પમ્પમાં લૂંટ મચાવી હતી. જેવી બાતમી મળી એ સાથે જ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

advertisement-1

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, વિવિધ ગુનાઓમાં ફરાર રહેલા આરોપીઓને પકડી પાડવાની સૂચના મળતાની સાથે જ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ સતર્ક થઈ ગઈ હતી. હળવદ પોલીસ મથકના ચોપડે નોંધાયેલ પેટ્રોલ પમ્પ ઉપર થયેલી લૂંટનો આરોપી છેલ્લા બાવીસ વર્ષથી પોલીસ સકંજાથી નાશતો ફરતો હતો. આ આરોપી ગાંધીધામ-ભુજ પાસે હોવાની માહિતી મળતા તાબડતોડ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ ગાંધીધામ પહોંચી હતી.

advertisement-1

અહીં ગાંધીધામ પાસેથી હળવદમાં નોંધાયેલા પેટ્રોલ પમ્પની લૂંટનો આરોપી હતો. આરોપીનું નામ પ્રેમસિંગ ઉર્ફે તુલસીમ ઉર્ફે રમેશ જોગડભાઈ મુનિયા. જેને ઝડપી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments