Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ માતાએ રડતાં રડતાં કહ્યું, ‘મારી દીકરીને શિક્ષક ભગાડી ગયો’ દોઢ મહિના...

સુરેન્દ્રનગરઃ માતાએ રડતાં રડતાં કહ્યું, ‘મારી દીકરીને શિક્ષક ભગાડી ગયો’ દોઢ મહિના બાદ પણ કોઈ કાર્યવાહી નહીં

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણને શર્મશાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્યૂશન ક્લાસિસ ચલાવતો શિક્ષક 17 વર્ષની વિદ્યાર્થિનીને ભગાડી ગયો છે. આ અંગેની ફરિયાદ નોંધાયાના દોઢ મહિના વીતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી ન છતાં દીકરીની માતાએ રડતાં રડતાં પોતાની આપવીતી જણાવી છે.

દીકરીની માતા કહી રહ્યા છે કે, ‘મારી 17 વર્ષની દીકરીને ટ્યૂશન ક્લાસિસ ચલાવતો શિક્ષક ભગાડીને લઈ ગયો છે. એ જીવે છે કે મરી ગઈ એની પણ મને ખબર નથી. વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસનો સુનિલ દાવડા નામનો શિક્ષક મારી દીકરીને ભગાડી ગયો છે. હજી સુધી એની કોઈ ભાળ મળી નથી. હું બધાને પગે લાગીને વિનંતી કરું છુ કે, મારી દીકરીને મારી પાસે હાજર કરો’

સુરેન્દ્રનગરની 17 વર્ષની વિદ્યાર્થિનીને લંપટ શિક્ષક ભગાડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે દોઢ મહિના પહેલા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે. દોઢ મહિના જેટલો સમય વિતવા છતાં પણ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થિનીના માતા-પિતા ન્યાય માટે રઝળપાટ કરી રહ્યાં છે.

થોડા સમય અગાઉન ચોટીલામાં એક લંપટ શિક્ષક વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો. આ ઘટના હજુ તાજી છે ત્યાં જ શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગર શહેરમાંથી સામે આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસમાં ટ્યુશન લેવા જતી 17 વર્ષીય વિદ્યાર્થિનીને સુનિલ દાવડા નામનો શિક્ષક લગ્ન કરવાના બહાને ભગાડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ બનાવ બાદ પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં ન્યાય માટે માતા-પિતા વલખાં મારી રહ્યાં છે. લાચાર માતા-પિતા ન્યાય માટે રડી રહ્ય‍ાં છે. ન્યાય માટે રઝળપાટ કરતા દીકરીના માતા-પિતાએ પોલીસ કામગીરી ન કરતી હોવાના આરોપ લગાવ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments