Homeદે ઘુમા કેસેન્ચુરીયન ટેસ્ટ: પ્રથમ દિવસના અંતે રાહુલની સેન્ચુરી અને ભારતની મેચ પર પકડ

સેન્ચુરીયન ટેસ્ટ: પ્રથમ દિવસના અંતે રાહુલની સેન્ચુરી અને ભારતની મેચ પર પકડ

Team Chabuk-Sports Desk: દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે પકડ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ દિવસની રમત પૂર્ણં થતાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવીને 272 રન બનાવી લીધા છે. પહેલા દિવસનું આકર્ષણ ઓપનર કે.એલ.રાહુલ રહ્યો હતો, જે સેન્ચુરી ફટકારી અણનમ છે. તેણે 248 બોલ પર 122 રન બનાવ્યા છે. રાહુલની ઈનિંગમાં 16 શાનદાર ચોગ્ગા અને એક ગગનચુંબી સિક્સ જોવા મળી હતી.

બીજી તરફ અજિંક્ય રહાણે પણ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે. તે 81 બોલમાં 40 રન બનાવી નોટઆઉટ છે. બંનેની વચ્ચે ચોથી વિકેટ માટે 73 રનની ભાગીદારી નોંધાઈ છે. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ ભારતની ત્રણે વિકેટ લીધી છે. જ્યારે અન્ય બોલર્સે નિરાશ કર્યા હતા.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. મયંક અગ્રવાલ અને કે.એલ.રાહુલે ટીમને શાનદાર શરૂઆત આપી હતી. બેઉંએ પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી નોંધાવી હતી. જે આફ્રિકામાં ભારત તરફથી દસમી મોટી ભાગીદારી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકામાં ભારતીય ઓપનર્સ દ્વારા કરવામાં આવેલી ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. 2007માં વસીમ જાફર અને દિનેશ કાર્તિકે કેપટાઉનમાં 153 રનની ભાગીદારી કરી હતી. જ્યારે ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સહેવાગે સેન્ચુરીયનના જ મેદાન પર 137 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

મેચમાં ભારતની પ્રથમ વિકેટ મયંકના રૂપે પડી હતી. 60 રન પર રમી રહેલા મયંકને 40મી ઓવરની બીજી બોલમાં લુંગી એનગિડીએ એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. બીજી બોલ પર ચેતેશ્વર પુજારા કીગન પીટરસનને કેચ આપી બેઠો હતો અને ટેસ્ટમાં અગિયારમી વખત શૂન્ય પર આઉટ થયો હતો. આફ્રિકા સામે પૂજારા બીજી વખત ગોલ્ડન ડક આઉટ થયો છે. તો ત્રીજા નંબર પર રમતા નવમી વખત શૂન્ય પર આઉટ થયો છે.

કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર ઉતર્યો હતો. રાહુલની સાથે મળીને તેણે ભારતની ઈનિંગ આગળ ધપાવી હતી. બેઉંની વચ્ચે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી નોંધાઈ હતી. વિરાટ મોટી ઇનિંગ રમશે તેવા અનુમાન વચ્ચે એક ખરાબ બોલે તેને પવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. તેને પણ એનગિડીએ ફર્સ્ટ સ્લિપમાં મુલ્ડરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિરાટ 94 બોલ પર 35 રન બનાવીને આઉટ થયો હતો. એનગિડીએ વિરાટને ટેસ્ટમાં ત્રીજી વખત આઉટ કર્યો છે. એ પછી દિવસના અંત સુધી અજિંક્ય રહાણે અને રાહુલે ભારતની એક પણ વિકેટ પડવા નહોતી દીધી અને પ્રથમ દિવસની રમતના અંત સુધી 272 રન કર્યાં હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments