Homeતાપણુંજો આશીષનું નામ અતીક હોત તો અત્યાર સુધીમાં તેને ઠોકી દીધો હતો:...

જો આશીષનું નામ અતીક હોત તો અત્યાર સુધીમાં તેને ઠોકી દીધો હતો: ઓવૈસી

Team Chabuk-Political Desk: અસદુદ્દીન ઓવૈસીએ રવિવારના રોજ ગાઝિયાબાદના મસૂરીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ભાષણમાં તેમણે શાહરૂખ અને તેના પુત્ર આર્યનનું નામ લીધા વગર કહ્યું હતું કે, તેઓ એ લોકોની વાત નહીં ઉચ્ચારે જેમના પિતા તાકતવર છે. બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન મુંબઈ ડ્રગ્સ કેસમાં જેલની હવા ખાઈ રહ્યો છે. આર્યનને લઈ કેટલાક લોકો શાહરૂખને ટેકો આપી રહ્યા છે. તો કેટલાક લોકો તેની આલોચના પણ કરી રહ્યા છે. આ વચ્ચે એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ આર્યન ખાનનું નામ લીધા વગર નિવેદન આપ્યું હતું.

advertisement-1

આર્યન ખાનનું નામ લીધા વગર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, મને કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ સ્ટારના પુત્ર માટે બોલું. પણ હું એમની વાત કરીશ જેવો તવંગર છે. ઉત્તર પ્રદેશની જેલમાં 27 ટકા મુસ્લિમો બંધ છે. તેમની વાત કોણ કરશે?

advertisement-1

ઓવૈસીએ સંબોધન દરમ્યાન લખીમપુર ઘટનાને લઈ સરકાર પર નિશાનો સાધ્યો હતો. ઓવૈસીએ પ્રહાર કરતા કહ્યું કે, આશીષ તાકતવર છે. ઉંચી જાતિથી છે, જેથી પ્રધાનમંત્રી તેમના પિતાને હટાવી નથી શકતા. જો આશીષનું નામ અતીક હોત તો અત્યાર સુધીમાં તેને ઠોકી દીધો હોત કે ઘર પર બુલડોઝર ચડાવી દેવામાં આવેત. અસદુદ્દીન ઓવૈસીએ લખીમપુર કાંડમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અબ્બાજાનવાળી ટીપ્પણી પર પ્રહાર કરી પૂછ્યું હતું કે, મોદી-યોગી આશીષના અબ્બાને શા માટે બચાવી રહ્યા છે?

advertisement-1

ઓવૈસીએ કહ્યું કે, આપણા પ્રધાનમંત્રી ચીનનું નામ લેતા જ ભયભીત થઈ જાય છે. ચીને અરુણાચલ પ્રદેશમાં એક ગામ બનાવી લીધું છે અને મોદીજી શાંત છે. લદ્દાખ, કપસાનમાં ચીનની આર્મી આપણી જમીન પર કબ્જો જમાવીને બેઠી છે. પણ પ્રધાનમંત્રી કંઈ નથી બોલી રહ્યા. આશરે 35 મિનિટના ભાષણમાં ઓવૈસીએ ભાજપ પર ભરપૂર શાબ્દિક પ્રહાર કર્યાં હતાં. ઓવૈસીએ હિન્દુ અને દલિત સમુદાય પર પણ ભાષણ આપ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments