Homeગામનાં ચોરેપુત્રી કોઈ અન્યની હોવાની શંકા જતાં પિતાએ બે વર્ષ સુધી બળાત્કાર કર્યો

પુત્રી કોઈ અન્યની હોવાની શંકા જતાં પિતાએ બે વર્ષ સુધી બળાત્કાર કર્યો

Team Chabuk-National Desk: રાજસ્થાનના જોધપુર જિલ્લાના લુણી પોલીસ સ્ટેશન ખાતે ચકચારી ઘટના પોલીસના ચોપડે નોંધાઈ છે. અહીં એક પિતાએ પોતાની જ પુત્રી પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું અને મોઢાથી નાક પણ કાપી નાખ્યાનો આરોપ લાગ્યો છે.

આ નરાધમને શંકા હતી કે તેની પત્નીનો અન્ય કોઈની સાથે સંબંધ છે અને આ પુત્રી તેની નથી. આરોપી પિતાએ અત્યાચારનો વરવો નમૂનો આપતા તેની પુત્રીનું નાક તેના દાંત વડે કાપી નાખ્યું હતું. પીડિતાને બચાવવા માટે તેના દાદાએ તેને અલગ ઓરડો આપેલો હતો. આરોપ એવો પણ લાગ્યો છે કે અહીં એક યુવકે 28 દિવસ સુધી સગીર છોકરીને બંધક બનાવી તેનો બળાત્કાર કર્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનામાં આરોપી પિતાની ધરપકડ કરી છે.

પીડિતાની ઉંમર 15 વર્ષની છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે તેના પિતા કેટલાય વર્ષોથી તેનું શોષણ કરતાં હતાં. મારપીટ પણ કરતાં હતાં. સમાજના દબાણને વશ થઈને પીડિતા કોઈ દિવસ આ અંગે હરફ સુદ્ધાં ઉચ્ચારતી નહોતી. પોતાની પૌત્રીને તેના બાપથી બચાવવા માટે છોકરીના દાદાએ ગામડામાં જ એક અલગથી રૂમ લીધો હતો. પણ અહીં પુત્રીના પિતાના મોટાભાઈએ એક યુવકને પચાસ હજાર રૂપિયા આપીને તેના ભાઈની પુત્રીનો બળાત્કાર કરાવ્યો હતો.

28 દિવસ સુધી પીડિતાને નશાની દવાઓ આપવામાં આવી અને તેનો બળાત્કાર થતો રહ્યો. આ તમામ આરોપ પીડિતાના દાદા દ્વારા લગાવવામાં આવ્યા છે. એમ પણ જણાવ્યું છે કે, પીડિતા ત્યાંથી હેમખેમ ભાગી આવી અને ઘર સુધી પહોંચી ગઈ.

જ્યારે તે ઘરે પરત ફરી, તો પિતાએ બળાત્કાર કરવાનો શરૂ કર્યો. તેણે તેનું નાક પોતાના દાંતથી કાપી નાખ્યું. નાકની સર્જરી કરવા માટે પીડિતાને દવાખાનામાં ભરતી થવું પડ્યું. અહીં પણ પીડિતાએ ડરના કારણે બળાત્કાર થયો હોવાની વાત ન કહી. પોલીસ આવી અને પૂછ્યું તો પીડિતાએ માત્ર માર પીટની વાર્તા સંભળાવી દીધી. આ દરમિયાન એક એનજીઓએ પીડિતાની મુલાકાત લીધી. જે પછી પીડિતાએ પોતાના પિતાની વિરૂદ્ધ લૂણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

આરોપી પિતાને એવી શંકા હતી કે તેની પત્ની ચરિત્રહીન છે. જેના કારણે જ તેણે તેની પત્નીને ભગાવી દીધી હતી. એ વખતે પીડિતાની ઉંમર ત્રણ વર્ષની હતી. આરોપી પિતા પોતાની પુત્રીને ગુસ્સાભરેલી નજરથી જોતો હતો. ફરિયાદ દાખલ થઈ તે મુજબ જ્યારે પીડિતાની ઉંમર 13 વર્ષની થઈ ત્યારથી તેના પર બળાત્કાર કરવામાં આવતો હતો.

પોલીસે હાલ પીડિતાની ફરિયાદના આધારે નરાધમ પિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસ પીડિતાનું હજુ એક નિવેદન લેશે, જેમાં તેના પર 28 દિવસ સુધી બળાત્કાર કરવામાં આવ્યો કે નહીં, તેવું નિવેદન નોંધશે અને બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરશે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments